Friday, December 5, 2025
Homeરાજ્યહાલારમોરકંડા ગામના પાટીયા પાસે ફોર વ્હીલ ચાલકે બાઇકને ઠોકરે ચડાવ્યું

મોરકંડા ગામના પાટીયા પાસે ફોર વ્હીલ ચાલકે બાઇકને ઠોકરે ચડાવ્યું

પિતા-પુત્ર સહિત ત્રણને ઇજા : ફોર વ્હીલ ચાલક અકસ્માત સર્જી નાશી છુટયો : ફોર વ્હીલ ચાલક વિરૂઘ્ધ ફરિયાદ નોંધાવતા તપાસ

મોરકંડા ગામના પાટીયા પાસે મોટરકાર ચાલકે બાઇકને હડફેટે લેતા પિતા-પુત્ર તથા બાઇકના સવાર અન્ય યુવાનને ફ્રેકચર સહિતની ઇજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જી બાઇક ચાલક નાશી છુટતા આ અંગે પોલીસ ચોપડે ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ જામનગર જિલ્લાના નવા નાગના ગામમાં રહેતા અને મજુરી કામ કરતા રાજેશભાઇ ગોરધનભાઇ રાઠોડ તેના પુત્ર તથા તેના મિત્ર સાથે જીજે10 ડીકયુ 6410 નંબરનું મોટરસાઇકલ લઇને કામસર જઇ રહ્યા હતાં. આ દરમિયાન લાલપુર ચોકડીથી ઠેબા ચોકડી તરફ જતાં હાઇવે પર મોરકંડા ગામના પાટીયા પાસે પહોંચતા જીજે25 એ 2137 નંબરના ફોર વ્હીલ ચાલકે પોતાનું વાહન બેફિકરાઇથી ચલાવી ફરિયાદીના મોટરસાઇકલને પાછળથી ઠોકર મારી હતી. આ અકસ્માતમાં ફરિયાદી રાજેશભાઇ તથા તેનો પુત્ર જય અને ફરિયાદીના મિત્ર હસમુખભાઇ નરશીભાઇ રાઠોડ બાઇક પરથી નીચે પટકાયા હતાં. અને ત્રણેયને શરીરના ભાગે ફ્રેકચર સહિતની ઇજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જી બાઇક ચાલક નાશી ગયો હતો.

આ અંગે બાઇક ચાલક રાજેશભાઇ દ્વારા પંચ બી પોલીસ સ્ટેશનમાં જીજે25 એ 2137 નંબરના ફોર વ્હીલ ચાલક વિરૂઘ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઇ છે. આ અંગે એએસઆઇ ડી.ડી. ઝાલા તપાસ ચલાવી રહ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular