Monday, December 23, 2024
Homeરાજ્યબેટ દ્વારકાના દબાણ અંગે પી.એમ.ની પ્રશંસા બાદ ટ્વીટર પર માહિતી કોમેન્ટનો ધોધ

બેટ દ્વારકાના દબાણ અંગે પી.એમ.ની પ્રશંસા બાદ ટ્વીટર પર માહિતી કોમેન્ટનો ધોધ

સ્ટ્રાઈક ઓન બેટ દ્વારકા લેન્ડ જેહાદ ચર્ચામાં

- Advertisement -

દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ તેમની ગઈકાલની જામનગરની મુલાકાત તથા જાહેર સભામાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકા ખાતે કરવામાં આવેલા ડિમોલિશનના આગવી શૈલીમાં વખાણ કર્યા હતા.

- Advertisement -

જામનગર ખાતે ગઈકાલે સોમવારે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં બેટ દ્વારકા ખાતે હાથ ધરવામાં આવેલા ડિમોલિશનમાં સૌમ્ય ગણાતા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની બહાદુરીની પ્રશંસા કરી હતી. આ સમગ્ર મુદ્દો હાલ ટ્વીટર પર છવાઈ ગયો છે.હેસ્ટ્રેક સ્ટ્રાઈક ઓન બેટ દ્વારકા લેન્ડ જેહાદના નામથી આ ચર્ચાસ્પદ મુદ્દાને એક જ દિવસમાં 55,000 જેટલા ટિવટ મળ્યા હતા. તેમજ સમગ્ર દેશના જુદા-જુદા ભાગોથી આ ઓપરેશન અંગેના ફોટા, વિડિયો, કાર્યવાહી તેમજ પ્રેસ કટીંગ સાથે વિવિધ જાણકારીનો ધોધ ટ્વીટર પર વહ્યો હતો.

આ અંગે જાણવા મળતી વિગત મુજબ વસ્તી ગણતરી મુજબ વર્ષ 1960 માં બેટ દ્વારકામાં હિન્દુ વોટર્સ 2786 હતા. જ્યારે મુસ્લિમ વોટર્સ 600 જેટલા હતા. પરંતુ હાલની વસ્તી અહીં હિન્દુની 960 અને મુસ્લિમની 6040 જેટલી છે. તો અહી દરગાહની સંખ્યામાં પણ છેલ્લા વર્ષોમાં નોંધપાત્ર વધારો થયાનું કહેવાય છે. બેટ દ્વારકામાં મુસ્લિમ વસ્તીમાં વધારો તેમજ બેટ દ્વારકાના બદલે બેટ વકફની કહેવાથી વાતોથી આ ઓપરેશન થયાનું પણ ટિવટર પર ચર્ચાયુ હતું. આમ, બેટ દ્વારકાનું ડિમોલિશન હાલ સમગ્ર દેશમાં ચર્ચાસ્પદ બની ગયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular