રાજસ્થાનના નાગૌરમાંથી એક ખગોળીય ઘટનાના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં આકાશ માંથી જમીન પર ઉલ્કાપિંડ પડતો જોવા મળ્યો હતો. જિલ્લાના બડાયલી ગામમાં આકાશમાંથી આગનો ગોળો જમીન પર પડતો જોવા મળ્યો છે. આ ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ ગઈ હતી
રાજસ્થાનના નાગૌરમાં આકાશમાંથી સળગતો ઊલકાપિંડ પડ્યો pic.twitter.com/IvFjwbougr
— Khabar Gujarat (@khabargujarat) January 5, 2022

CCTVમાં જોઈ શકાય છે કે તેજ પ્રકાશ અને વિસ્ફોટ સાથે આગના ગોળા જમીન પર પડતા જોવા મળે છે. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ કોઈ ખગોળીય ઘટના હોઈ શકે છે. આ ઘટનામાં અગ્નિનો ગોળો જમીન પર પડતો જોવા મળે છે. એવું માનવામાં આવે છે કે મોટાભાગની ઉલ્કાઓ અથવા ખરતા તારાઓ જમીન પર પહોંચતા પહેલા હવામાં જ નાશ થઇ જાય છે. પહેલીવાર લોકોએ તેમને જમીન સાથે અથડાતા જોયા. નિષ્ણાતો આને એક મોટી ખગોળીય ઘટના માની રહ્યા છે.