Monday, December 23, 2024
Homeરાજ્યખંભાળિયાના ધમધમતા વિસ્તારમાં આગના બનાવથી દોડધામ

ખંભાળિયાના ધમધમતા વિસ્તારમાં આગના બનાવથી દોડધામ

ફાયર સ્ટાફે આગ પર કાબુ મેળવ્યો 

- Advertisement -

ખંભાળિયાના ટ્રાફિકથી ધમધમતા એવા જોધપુર ગેઈટ વિસ્તારમાં ગતરાત્રીના આશરે દસેક વાગ્યે એકાએક આગ ભભૂકી ઉઠી હતી. જોધપુર ગેઈટ વિસ્તારમાં આવેલી જૂની ખડપીઠવારી ખુલ્લી જગ્યામાં આવેલો વંડો કે જ્યાં સ્થાનિકો કચરો- ડૂચો નાખે છે, આ કચરામાં કોઈ કારણોસર એકાએક આગ લાગી હતી.

- Advertisement -

જેણે થોડી જ વારમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આ બનાવ અંગે સ્થાનિકો દ્વારા નગરપાલિકાના ઉપપ્રમુખ જગુભાઈ રાયચુરાને જાણ કરાતા તેમના દ્વારા ફાયર બ્રિગેડની વ્યવસ્થા કરવામાં આવી હતી. અને ફાયર સ્ટાફે ઘટનાસ્થળે દોડી જઈ, આશરે અડધો- પોણો કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે આ કારણે કોઈ નોંધપાત્ર નુકશાની થવા પામી ન હતી. પરંતુ થોડો સમય ભયના માહોલ સાથે દોડધામ પ્રસરી ગઈ હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular