ગાંધીનગરના જૂના સચિવાલયમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. ગાંધીનગર સચિવાલયના બ્લોક નંબર 16 ની કચેરીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જેમાં વિકાસ કમિશ્નર કચેરી આગની ઝપેટમાં આવી ગઇ છે. આગ લાગતા ફાયર વિભાગની 3 ટીમ ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવવાનુ કામ શરૂ કર્યુ હતુ. જોકે આગ શેના કારણે લાગી તે હજુ જાણી શકાયુ નથી. આ ઘટના લગભગ આજે સવારે જૂના સચિવાલયની ઓફિસે ખુલ્યા પહેલા બની હોવાની ચર્ચાઈ રહ્યુ છે. જેના કારણે જાનહાનિ ટળી હતી. જોકે કચેરીમાં રહેલા સરકારી કાગળ, ફર્નિચર અને ડિજિટલ ડીવાઈસને નુકસાન ગયુ હશે તેવુ અનુમાન લગાવાઈ રહ્યુ છે.