કાલાવડ તાલુકાના લક્ષ્મીપુર ગામમાં એક સ્કૂલ બસમાં કોઇ કારણસર આગ લાગી હતી અને આ આગમાં બસ સળગીને ખાક થઈ ગઇ હતી. સદનસીબે કોઇ જાનહાની થઈ ન હતી.
બનાવની વિગત મુજબ, કાલાવડ તાલુકાના લક્ષ્મીપુર ગામમાં જેપીએસ સ્કૂલની બસમાં કોઇ કારણસર એકાએક આગ લાગી હતી અને આ બસમાં અચાનક આગ લાગતા ડ્રાઈવરે સમયસૂચકતા વાપરીને બસમાંથી ઉતરી જતાં તેનો આબાદ બચાવ થયો હતો. આગ અંગેની જાણ કરાતા કાલાવડ ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને આગને કાબુમાં લીધી હતી. સદનસીબે આગના બનાવમાં જાનહાની ટળી હતી.