જામનગરમાં ગુલાબનગર નજીક ડિઝલના ટેંકની ગાડીમાં અકસ્માતે આગ લાગતાં જામનગર મહાનગરપાલિકાની ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને આગને કાબુમાં લેવા પ્રયાસ હાથ ધર્યા હતાં. ગાડીના વર્કશોપમાં રાખવામાં આવેલી ડિઝલના ટેંકની ગાડીમાં અકસ્માતે આગ લાગી હતી. આ અંગે ફાયરવિભાગને જાણ કરવામાં આવતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી જઇ પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. સદનસીબે કોઇ જાનહાની થઇ ન હતી.