જામનગર રાજકોટ હાઈવે પર ખીજડીયા પાટીયાં પાસે આજે સાંજના સમયે રાજકોટ તરફથી આવતી ટાટા નેનો કારમાં અચાનક આગ ફાટી નીકળી હતી. પરિણામે ગાડી બળીને ખાખ થઈ ગઈ હતી. જેનો વિડિઓ સામે આવ્યો છે.
સદ નસીબે ગાડીમાં બેઠેલા પિતા-પુત્રીનો આબાદ બચાવ થયો હતો. અને મોટી દુર્ઘટના ટળી હતી.