આજ રોજ આઝાદીના 75 માં સ્વતંત્રતા પર્વ નિમિત્તે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે જામનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જીવણભાઈ કુંભાવાડિયા તેમજ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ રાખેલો હતો જેમાં મુખ્ય મહેમાન ખંભાળિયા ના ધારાસભ્ય વિક્રમભાઈ માડમ વરિષ્ઠ આગેવાન ભીખુભાઈ વારોતરીયા ની હાજરીમાં વોર્ડ નં: 12 ના કોર્પોરેટર અને પ્રદેશ કોંગ્રેસ મહિલા મંત્રી એડવોકેટ જેનબબેન ખફીના વરદ હશે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.
ત્યારબાદ જિલ્લા કોંગ્રેસ કાર્યાલયથી તિરંગા યાત્રાનું પ્રસ્થાન તમામ કોંગ્રેસ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું અને ટાઉનહોલ ગાંધીજીની પ્રતિમા ને વંદન કરી તિરંગા યાત્રા પૂર્ણ કરવામાં આવી હતી આ સંપૂર્ણ કાર્યક્રમમાં વિરોધ પક્ષનેતા આનંદભાઈ રાઠોડ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઉપેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા કોંગ્રેસ મહામંત્રી પ્રદિપસિંહ વાળા, માલધારી સેલના પ્રમુખ બાલુભા, તાલુકા પંચાયત વિરોધ પક્ષ નેતા ઈસ્માઈલભાઈ ખીરા, તાલુકા પંચાયત સભ્ય ગિરિરાજભાઈ ,પૂર્વ પ્રદેશ મહામંત્રી યુસુફભાઈ ખફિ, પૂર્વ વિરોધ પક્ષ નેતા અલ્તાફભાઈ, એડવોકેટ હારુનભાઈ પલેજા, કોર્પોરેટર ધવલભાઇ નંદા, નુરમામદભાઈ પાલેજ, કાસમભાઈ જોખિયા, રચનાબેન નંદાણીયા, દંડક જુબેદાબેન નોતિયાર, મહિલા પ્રમુખ રંજનબેન ગજેરા, પ્રદેશ મહામંત્રી સહારાબેન મકવાણા તેમજ કોંગ્રેસ પરિવારના વડીલો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા