Sunday, December 22, 2024
Homeરાજ્યગુજરાતમુખ્યમંત્રી કાર્યાલયમાં ધરખમ ફેરફાર : 4 આઇએએસ અધિકારી બદલાયા

મુખ્યમંત્રી કાર્યાલયમાં ધરખમ ફેરફાર : 4 આઇએએસ અધિકારી બદલાયા

- Advertisement -

નવા મુખ્યમંત્રી આવ્યા બાદ ગાંધીનગરમાં મુખ્યમંત્રી કાર્યાલય અધિકારીઓમાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યા છે. એક સાથે ચાર-ચાર આઇએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. મુખ્યમંત્રીના એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે મનોજકુમાર દાસની જગ્યાએ પંકજ જોષીને મુકવામાં આવ્યા છે. જયારે સેક્રેટરી અશ્વિનીકુમારની જગ્યાએ અવન્તિકા સિંઘને નિમણુંક આપવામાં આવી છે. આ ઉપરાંત મુખ્યમંત્રી કાર્યાલયમાં ઓફિસર ઓન સ્પેશિયલ ડયુટી (ઓએસડી) તરીકે હાલ ફરજ બજાવતાં કે.એન. શાહ તથા ડી.એચ. શાહની જગ્યાએ ડૉ. એમ.ડી. મોડિયા તથા એન.એન. દવેની નિયુકિત્ત કરવામાં આવી છે. આમ રાજયમાં મુખ્યમંત્રી બદલાતાની સાથે જ તેમના કાર્યાલયમાં કામ કરતાં અધિકારીઓમાં પણ ધરમૂળથી ફેરફાર કરવામાંઅ આવ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, મુખ્યમંત્રીના એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે મૂકાયેલાં પંકજકુમાર જોષી જામનગરના મ્યુનિસિપલ કમિશનર તરીકે પણ ફરજ બજાવી ચૂકયા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular