ધ્રોલ ગામના વાડી વિસ્તારમાં રહેતા અને ખેતી કામ કરતાં યુવાનને પેરાલીસીસનો હુમલો અને માનસિક બિમારીના કારણે લગ્ન થયા ન હોવાથી ગુમસુમ રહેતા યુવાને ખેતરે ઝેરી દવા પી આપઘાત કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ ધ્રોલ ગામના વાડી વિસ્તારમાં ગરેડીયા રોડ રહેતા અને ખેતીકામ કરતાં પ્રદિપભાઇ જયસુખભાઇ પરમાર (ઉ.વ.40) નામના સતવારા યુવાનને અગાઉ પેરાલીસીસનો હુમલો આવ્યો હતો અને ત્યારબાદ માનસિક બિમારી થવાથી યુવાનના લગ્ન થયા ન હતાં. જેથી થોડા સમયથી ગુમસુમ રહેતા અને એકલવાયુ જીવન જીવતાં પ્રદીપભાઇએ ગત તા. 30 નવેમ્બરના રોજ સાંજના સમયે તેના ખેતરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યું હતું. બનાવની મૃતકના પિતા જયસુખભાઇ દ્વારા જાણ કરાતાં હેકો. ડી.પી. વઘોરા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી મૃતદેહનો કબજો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.