સુરતનું મજૂરા ગેટ ફાયર સ્ટેશન જર્જરિત હાલતમાં હોવાથી છેલ્લા બે વર્ષથી ખાલી હતું. આજે તેનું ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું. ફોકલેન મશીનની મદદથી સૌ પ્રથમ પીલરને વાઈબ્રેટ કરીને નબળા કરી દેવામાં આવ્યાં હતાં. આ મશીનની ટેક્નોલોજીની મદદથી સીધું જ ત્રણ માળનું બિલ્ડીંગ નીચે બેસાડી દેવામાં આવ્યું હતું. એક પણ કાંકરી પણ ન ઉડે તે રીતે આ ફાયર સ્ટેશનનું ડિમોલીશન કરવામાં આવ્યું છે. જેનો વિડીઓ પણ સામે આવ્યો છે.
મજુરા ગેટ ફાયર સ્ટેશન છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં હોવાથી આજે ફાયર વિભાગ દ્વારા બિલ્ડીંગ ઉતારી પાડવામાં આવ્યું હતું. હવે નવું ફાયર સ્ટેશન બનાવવાનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.