ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા તા.30 અને તા.31 ડિસેમ્બર દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સંસ્કૃતિક કાર્યક્રમ, શિક્ષણ, નીતિના પડકારો તેમજ શિક્ષણ ક્ષેત્રે આધુનિકરણ અને શિક્ષણ ક્ષેત્રે માટે કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગઈકાલે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતાંં.
ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટ છેલ્લાં 41 વર્ષથી જામનગરમાં શિક્ષણ ક્ષેત્રે કાર્યરત છે. 4 ડિસેમ્બર 1981 થી શરૂ થયેલી આ શિક્ષણ સંસ્થા આજે વટવૃક્ષ બની ગઈ છે. સંસ્થા દ્વારા અંગે્રજી માધ્યમની શાળા તથા કોલેજો જેવી કે, જીએસઈબી સ્કૂલ, બી.બી.એ., બી.કોમ, બી.સી.એ., એમ.બી.એ., એમ.સી.એ., આઈ.એમ.બી.એ., એમ.કોમ, એલ.એલ.બી. જેવી કોલેજો કાર્યરત છે. સંસ્થામાં નર્સરીથી પોસ્ટ ગે્રજ્યુએશન સુધીના અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે સંસ્થા દ્વારા ચાલતી શાળા-કોલેજોમાં હાલ 5000 જેટલા બાળકો અભ્યાસ કરે છે.
ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટના પાયાના પથ્થર એવા લખમશીભાઈ ગોવિંદજી હરિયાની આગામી તા.31 ડિસેમ્બરે 111મી જન્મજયંતીને આ વખતે ઓશવાળ એજ્યુકેશન ડે (ઓ.ઈ.ટી. ડે) તરીકે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગઈકાલે ઓશવાળ એજ્યુુકેશન ટ્રસ્ટના નેજા હેઠળ ચાલતી વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કૃષ્ણપ્રણામી સંપ્રદાયના કૃષ્ણમણિ મહારાજ, કોર્પોરેટર નિલેશભાઈ કગથરા, પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ શહેર ભાજપા પ્રમુખ હસમુખભાઈ હિંડોચા, પૂર્વ કોર્પોરેટર પ્રવિણભાઈ માડમ, પ્રતિભાબેન કનખરા સહિતના અગ્રણીઓ તેમજ સંસ્થાના ટ્રસ્ટી રમણિકલાલ શાહ, ભરતેશભાઇ શાહ, જેન્તીભાઇ હરિયા, કેશવજીભાઈ ગોસરાણી, સેક્રેટરી ચંદુભાઈ શાહ, હરિયા કોલેજના કેમ્પસ ડાયરેકટર સ્નેહલ કોટક પલાણ, જીપાલ પટેલ, અજયભાઇ શાહ, ધવલભાઈ પટ્ટ, હેતલ સાવલા તથા બંસીબેન ભટ્ટ વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.