Sunday, December 7, 2025
Homeરાજ્યગુજરાતજગત મંદિર વિસ્તારમાં ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધનો ભંગ કરતા સુરતના ફોટોગ્રાફર સામે...

જગત મંદિર વિસ્તારમાં ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધનો ભંગ કરતા સુરતના ફોટોગ્રાફર સામે ગુનો

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ જન્માષ્ટમી પર્વ નિમિત્તે દ્વારકાધીશ મંદિર તથા આસપાસના વિસ્તારોમાં ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું જિલ્લાના સક્ષમ અધિકારી દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ અંગેની અમલવારી માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી. પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી વોચ અંગેની કાર્યવાહી દરમિયાન ઇન્ચાર્જ પી.આઈ. પી.સી. સીંગરખીયાના માર્ગદર્શન હેઠળ ટ્રેનની પોલીસ કર્મચારીઓના રાઉન્ડ ધ ક્લોક “પોલીસ ડ્રોન” મારફતે ચેકિંગ કાર્યવાહી દરમિયાન દ્વારકામાં ગોમતીઘાટ વિસ્તારમાં એક ડ્રોન ઉડતું જોવા મળ્યું હતું. આ અંગે પોલીસ સ્ટાફ દ્વારા તાકીદની કાર્યવાહી કરી, આ ડ્રોન ઉડાવતા સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહેતા અને ફોટોગ્રાફીનો વ્યવસાય કરતા શરદ મગનભાઈ નસીત નામના 28 વર્ષના પટેલ યુવાનની અટકાયત કરી, આ શખ્સ સામે દ્વારકા પોલીસ મથકમાં જાહેરનામા ભંગની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

- Advertisement -

હાલ આ અંગેની કાર્યવાહી એસ.ઓ.જી. વિભાગના ઈન્ચાર્જ પી.આઈ. સિંગરખીયા, રાજેન્દ્રસિંહ જાડેજા, જીવાભાઈ ગોજીયા, જગદીશભાઈ કરમુર તથા કિશોરસિંહ જાડેજા, પ્રદીપસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular