Friday, January 10, 2025
Homeરાજ્યજામનગરસીટી સી ડીવીઝનના પોલીસ કર્મચારીઓ માટે ક્રિકેટ મેચ યોજાયો

સીટી સી ડીવીઝનના પોલીસ કર્મચારીઓ માટે ક્રિકેટ મેચ યોજાયો

- Advertisement -

જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચના અને ઈન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક મહેન્દ્રસિંહ સોલંકીના માર્ગદર્શન હેઠળ સીટી સી ડીવીઝન્ પોલીસ સ્ટેશનના પો. ઈન્સ. પી.એલ. વાઘેલા દ્વારા પોલીસને માનસિક તણાવ અને નોકરીનું ભારણ દૂર કરવાના હેતુથી પુરૂષ વિભાગની બે ટીમો તથા મહિલા વિભાગની બે ટીમો વચ્ચે પોલીસ હેડ કવાર્ટર ખાતે ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગર સીટી સી ડીવીઝન પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જેમાં પોલીસ સ્ટેશનની વ્યસ્ત કામગીરીમાંથી ટાઈમ કાઢીને મહિલા તેમજ પુરૂષ વિભાગની ટીમોએ ખેલદિલી દાખવી ક્રિકેટની રમતનો આનંદ લીધો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular