જામનગર શહેરમાં પંચવટી પાસે આવેલી હોટલ નજીક મોબાઇલમાં આઇપીએલ 2020 ક્રિકેટ ટુર્નામેન્ટમાં ચેન્નાઇ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચ ઉપર રનફેરનો જુગાર રમાડતા એક શખ્સને પોલીસે રેઇડ દરમ્યાન 600 રૂપિયાની રોકડ અને 35000ની કિંમતનો મોબાઇલ મળી કુલ રૂા.35,600ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.
દરોડાની વિગત મુજબ જામનગર શહેરમાં પંચવટી પાસે આવેલી ખેતલાઆપા હોટેલ નજીક હાર્દિકસિંહ ઇન્દ્રવિજયસિંહ જાડેજા નામનો શખ્સ તેના મોબાઇલમાં આઇપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ચેન્નાઇ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચમાં રનફેરનો જુગાર રમાડતો હોવાની બાતમીના આધારે પીએસઆઇ એસ.એમ.રાદડિયા તથા સ્ટાફે રેઇડ દરમ્યાન હાર્દિકસિંહને રૂા.600ની રોકડ રકમ અને 35000ની કિંમતનો મોબાઇલ મળી કુલ રૂા.35,600ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતા આ જુગારના સોદા રાજદીપસિંહ જેઠવા પાસે કરાવતો હોવાની કેફીયત આપતા પોલીસે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.