Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરની બજારમાંથી મહિલાના દાગીનાની ચોરી આચરનાર દંપતી ઝડપાયું

જામનગરની બજારમાંથી મહિલાના દાગીનાની ચોરી આચરનાર દંપતી ઝડપાયું

- Advertisement -

જામનગર શહેરનાં બર્ધનચોક વિસ્તારમાં ખરીદી કરવા ગયેલા મહિલા પાસે રહેલી થેલીમાંથી રૂા.2.32 લાખની કિંમતના સોનાના દાગીનાની ચોરીમાં પોલીસે પટેલ દંપતીને દબોચી લઇ તેની પાસેથી ચોરાઉ મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી. આ દંપતી દ્વારા અગાઉ રાજ્યના અનેક શહેરો તથા મહારાષ્ટ્રમાં પણ આજ રીતની ચોરી આચરી હોવાની કેફીયત આપી હતી.

- Advertisement -

મળતી વિગત મુજબ, જામનગર શહેરના રામેશ્વરનગર વિસ્તારમાં રહેતાં રક્ષાબા વિજયસિંહ ઝાલા નામના મહિલા ગત રવિવારે ખરીદી કરવા માટે શહેરના બર્ધન ચોક વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટમાં ગયા હતાં તે દરમિયાન મહિલા પાસે રહેલી સોનાના દાગીનાની થેલીમાં અજાણ્યા તસ્કર ચોરી કરી ગયાની ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી હતી. દરમિયાન રવિ શર્મા, ઋષિરાજસિંહ જાડેજા અને રવિરાજસિંહ જાડેજા દ્વારા સીસીટીવી ફુટેજની તપાસમાં મહિલાની પાછળ પાછળ રેકી કરી કરતી શંકાસ્પદ જણાતી એક મહિલા અર્ટીગા કારમાં બેસીને જતી નજરે પડી હતી. જેના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી વરૂણ વસાવાના માર્ગદર્શન હેઠળ પીઆઈ એમ.બી. ગજ્જર, પીએસઆઈ બી.એસ.વાળા, હેકો દેવાયતભાઈ કાંબરીયા, મહિપાલસિંહ જાડેજા, રવિરાજસિંહ જાડેજા, રવિન્દ્રસિંહ પરમાર, સુનિલભાઈ ડેર, પો.કો. રવિરાજસિંહ જાડેજા, વિક્રમસિંહ જાડેજા, ખોડુભા જાડેજા, શૈલેષભાઈ ઠાકરિયા, રાજેન્દ્રસિંહ ડોડિયા, રૂષિરાજસિંહ જાડેજા, રવિભાઈ શર્મા, મહેન્દ્રભાઈ પરમાર સહિતના સ્ટાફે તસ્કર મહિલા જે ગાડીમાં ગઈ હતી તે જીજે-05-આરજે-4298 નંબરની અર્ટીગા કારની તપાસ કરતાં કાર સુરતના હરેશ તેજા મોલિયાના નામની હોવાનું ખુલતા જેના આધારે પોલીસે તપાસ આરંભી હતી.

તપાસ દરમિયાન પોલીસે સુરતમાં કારમાંથી હરેશ તેજા મોલિયા અને ચંદ્રિકાબેન હરેશ મોલિયા (રહે. સુરત મૂળ સગાડિયા તા. કાલાવડ જી. જામનગર) નામના દંપતીને દબોચી લઇ જામનગર લઇ આવ્યા હતાં અને તેમના કબ્જામાંથી પોલીસે કાળા મોતીવાળુ 40 ગ્રામ 400 મીલીગ્રામ વજનનું રૂા.1.97 લાખની કિંમતનું સોનાનું મંગલસુત્ર તથા મોતી સાથેની સોનાની બુટી જોડી નં.1 7 ગ્રામ અને 400 મીલીગ્રામ વજનની 35000 ની કિંમતની બુટી મળી કુલ રૂા.2,32,000 ની કિંમતના સોનાના દાગીના કબ્જે કરી પૂછપરછ હાથ ધરતાં આ દંપતી દ્વારા અલગ અલગ જિલ્લાઓમાં ખરીદ કરતી મહિલાઓને ટાર્ગેટ બનાવી તેમના પાકિટમાં અથવા થેલીમાં રહેલા સોનાના દાગીની ચોરી કરતાં હતાં તેમજ દંપતીએ મહારાષ્ટ્રના કોલાબામાં ત્રણ તથા સુરતમાં નવ અને જામનગરમાં એક તેમજ અમદાવાદમાં ત્રણ, વડોદરામાં બે અને જૂનાગઢમાં બે, મહેસાણામાં એક મળી કુલ 20 ચોરીઓ આચર્યાની કેફીયત આપી હતી. જેના આધારે પોલીસે બન્નેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular