દ્વારકાના મીઠાપુર તાબેના આરંભડા ખાતે રહેતા મગનભાઈ મેઘજીભાઈ કણજારીયા નામના 35 વર્ષના દલવાડી યુવાન તેમના પત્ની ઉષાબેન તથા બે વર્ષની પુત્રી યશ્વી સાથે મોટરસાયકલ પર જઈ રહ્યા હતા ત્યારે આંખની હોસ્પિટલ નજીક તેમના મોટરસાયકલ આડે કૂતરૂ ઉતરતા બાઈક સ્લીપ થઈ જવા પામી હતી.
આ અકસ્માતમાં મગનભાઈ કણજારીયાને માથામાં તથા શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ હતું. આ અકસ્માતમાં ઉષાબેન તથા પુત્રી યશ્વીને પણ નાની-મોટી ઈજાઓ થવા પામી હતી. આ બનાવ અંગે મીઠાપુર પોલીસે ઉષાબેન મગનભાઈ કણજારીયાની ફરિયાદ પરથી મગનભાઈ મેઘજીભાઈ કણજારીયા સામે આઇ.પી.સી. કલમ 279, 304 (અ), 337 તથા એમ.વી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, ધોરણસર કાર્યવાહી કરી હતી.