જામનગરની અદાલતે પત્નીની વચગાળાનું ભરણપોષણ મેળવવાની અરજી નામંજૂર કરી છે પત્ની પોતાનું ભરણપોષણ કરવા સક્ષમ છે. તેથી પતિ પાસે ભરણપોષણ મેળવી શકે નહીં. તેવી પતિના વકીલની દલિલો અદાલતે ગ્રાહ્ય રાખી છે.
ભાવિનભાઇ અજમેરીયાના પત્નીએ કરેલી હિંસાના કાયદા હેઠળ ભરણપોષણ તથા અન્ય રાહત મેળવવા કેસ કર્યો હતો. જેમાં વચગાળાના ભરણપોષણ માટેની અરજીનો પતિ તરફથી વિરોધ કરવામાં આવ્યો હતો. ભાવિનાભાઇના વકીલ અનિલ મહેતાએ કરેલી દલિલોને અદાલતે માન્ય રાખી પત્નિની ભરણપોષણ માટેની માંગણી નામંજૂર કરી હતી. આ કેસમાં અનિલ મહેતા સાથે તેમની ટીમના એડવોકેટ વિવેક જાની, અર્જુનસિંહ સોઢા અને ભરત ચુડાસમા રોકાયેલા હતા.
સક્ષમ પત્નિ પતિ પાસેથી ભરણપોષણ મેળવી શકે નહીં
જામનગરની અદાલતે પત્નિીની અરજી નામંજૂર કરી : એડવોકેટ અનિલ મહેતાની ધારદાર રજૂઆતો સફળ