જામનગર તાલુકાના દરેડ જીઆઇડીસી ફેસ-2 વિસ્તારમાં આવેલા કારખાનામાંથી શ્રમ અધિકારીએ 14 વર્ષથી ઓછી ઉંમરના બાળમજૂરને મૂકત કરાવી કારખાનેદાર વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના દરેડ જીઆઈડીસી વિસ્તારમાં એફ-5 માં આવેલા હિંગરાજ સ્ક્રેપ્સ નામના કારખાનામાં બાળમજૂર કામ કરતા હોવાની જાણના આધારે શ્રમ અધિકારી ડો. ડી.ડી. રામી સહિતના સ્ટાફે ગત તા.5 ના રોજ સવારના સમયે કારખાનામાં ચેકિંગ કાર્યવાહી હાથ ધરી હતી. તે દરમિયાન કારખાનામાંથી 14 વર્ષથી નાની ઉંમરનો બાળક કામ કરતો મળી આવતા અધિકારીએ બાળકને મૂકત કરાવી કારખાનેદાર જીતેન્દ્ર કાંતિલાલ નંદા વિરૂધ્ધ ગુનો નોંધી પંચ બી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે એએસઆઈ પી બી ગોજિયા તથા સ્ટાફે કારખાનેદાર વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.