જામનગરના રઘુવંશી સોશિયલ ગુ્રપ દ્વારા આગામી તા.4 સપ્ટેમ્બરના રોજ લોહાણા જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.
રઘુવંશી સોશિયલ ગુ્રપ દ્વારા સતત 31 માં વર્ષે શહેરના લોહાણા જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવા માટે 4 સપ્ટેમ્બર રવિવારે સાંજે 4 વાગ્યે ટાઉનહોલમાં લોહાણા જ્ઞાતિના પ્રમુખ જીતુભાઇ લાલની અધ્યક્ષસ્થામાં સન્માન સમારોહ યોજવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં જ્ઞાતિના પ્રતિષ્ઠીત મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે. સન્માન સમારોહમાં કે.જી.થી ધો.8 સુધીના જે વિદ્યાર્થીઓએ ફોર્મ ભરેલ છે તેમના નામનું રજીસ્ટે્રશન કાઉન્ટર પર સાંજે 4 થી 5:30 વાગ્યા સુધી કરવામાં આવશે. જ્યારે ધો.9 થી પીજી સુધીના વિદ્યાર્થીઓને રજીસ્ટે્રશન કરાવવાની કોઇ જરૂર ન હોવાનું સંસ્થાના પ્રમુખ યોગેશ વિઠ્ઠલાણીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.