Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં કેનાલમાં કાર ખાબકી, દારૂની બોટલ મળી આવી!

જામનગરમાં કેનાલમાં કાર ખાબકી, દારૂની બોટલ મળી આવી!

- Advertisement -

જામનગર શહેરના રણજીતસાગર રોડ પર આવેલા આર્મી ગેઈટ નજીકની કેનાલમાં અમદાવાદ પાસીંગની એક કાર ખાબકેલી મળી આવી હતી. પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરતા કાર નજીકથી એક દારૂની બોટલ મળી આવતા તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગરમાં રણજીતસાગર રોડ પર આવેલા આર્મી ગેઈટ નજીકની કેનાલમાં રાત્રિના સમયે જીજે-1-એચએમ-4129 નંબરની કારના ચાલકે કાબુ ગુમાવતા કાર કેનાલમાં ખાબકી અને ઉંધી થઈ ગઇ હતી. જો કે આ અકસ્માત બાદ કારમાં સવાર લોકો નાશી ગયા હતાં. ત્યારબાદ આજે સવારે બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સ્થળ પર તપાસ કરતા કારની બાજુમાંથી એક દારૂની બોટલ મળી આવી હતી. જેથી પોલીસે આ બનાવ અકસ્માતનો છે કે નશો કરેલી હાલતમાં ચાલકે કાબુ ગુમાવતા કાર કેનાલમાં ખાબકી હતી ? તે અંગેની કારના નંબરના આધારે તપાસ આરંભી હતી અને આ અકસ્માતમાં કોઇને ઈજા પહોંચી છે કે તે પણ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular