Saturday, July 27, 2024
Homeરાજ્યહાલારઅલિયાબાડા બી.એડ કોલેજમાં કેમ્પસ જોબ પ્લેસમેન્ટ ફેર યોજાયો

અલિયાબાડા બી.એડ કોલેજમાં કેમ્પસ જોબ પ્લેસમેન્ટ ફેર યોજાયો

વિવિધ વિષયો માટે 50 ઉમેદવારોની પસંદગી કરાઇ

- Advertisement -

ગંગાજળા વિધામંડળ સંચાલિત દરબાર ગોપાળદાસ શિક્ષણ મહાવિધાલય, અલીયાબાડા ખાતે તા. 21 ના રોજ કેમ્પસ જોબ પ્લેસમેન્ટ ફેર (ભરતી મેળા) નું આયોજન કરવામાં આવ્યું હતું. આ જોબ પ્લેસમેન્ટમાં છેલ્લા 5 વર્ષના અને હાલમાં ચોથા સેમેસ્ટરમાં અભ્યાસ કરતા 110 શિક્ષક ઉમેદવારો હાજર રહ્યા હતા અને 15 થી વધારે સંસ્થાના 35થી વધુ નોકરી દાતા હાજર રહ્યાં હતા. ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળામાં વિવિધ વિષયની 85 જગ્યા પર ઉમેદવારોના ઈન્ટરવ્યું લઈને 50 જેટલા ઉમેદવારોની (ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન, ગુજરાતી, હિન્દી, સંસ્કૃત) વગેરે જેવા વિષયોમાં પસંદગી કરવામાં આવી હતી.

- Advertisement -

કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના, દીપ પ્રાગટ્યથી શરૂ કરવામાં આવી હતી. કાર્યક્રમના અધ્યક્ષ આશર દ્વારા દરેક શાળાનો આવકાર પરિચય આપવામાં આવ્યો હતો. મહાવિધાલયના પ્રન્સિપાલ ડો.રૂપલબેન માંકડ દ્રારા સંસ્થા પરિચય અને પ્લેસમેન્ટની ભૂમિકા રજૂ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળતા પૂર્ણ સંચાલન કરનાર પ્લેસમેન્ટ ઓફીસર ડો.જીજ્ઞેશ એચ.લીમ્બાચીયાએ પોતાના મહતમ પ્રયાસ કરી મહાવિધાલયની નામના વધારવા બદલ આચાર્ય અને ટ્રસ્ટી દ્વારા બિરદાવ્યા હતાં.

આ ભરતી મેળામાં વિધામંડળના મેનેજીગ ટ્ર્સ્ટી દિલીપભાઇ આશર, કોલેજના પ્રિન્સીપાલ-ડો.રૂપલબેન માંકડ, પ્લેસમેન્ટ ઓફિસર ડો.જીજ્ઞેશ લીમ્બાચીયા, મદદનિશ પ્રાધ્યાપક ડો.આશાબેન પટેલ, મદદનિશ પ્રાધ્યાપક ડો.પ્રશાંત ચૌહાણ, મદદનીશ પ્રાધ્યાપક ડો.નિધિબેન અગ્રાવત તેમજ જામનગર, દ્વારકા, રાજકોટ, જેવા જીલ્લા માંથી ઇન્ટરવ્યુ લેવામાટે વિવિધ શાળાઓમાંથી આચાર્યઓ, કેમ્પસ ડાયરેકરઓ, સીઇઓ, વિષય નિષ્ણાંતો, સિનિયર સુપરવાઈઝઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular