કોરોના વાયરસનો નવો વેરિઅન્ટ ઓમિક્રોન વેક્સિનેટ લોકોને સંક્રમિત કરી રહ્યો છે. લોકોની ઈમ્યુનિટી વધારવા માટે ત્રીજા બૂસ્ટર ડોઝ પર પણ ચર્ચા છેડાઈ છે. આ દરમિયાન યુકે હેલ્થ સિક્યોરિટી એજન્સીએ શુક્રવારે જણાવ્યુ કે કોવિડ-19 વેક્સિનનો ત્રીજો બૂસ્ટર ડોઝ ઓમિક્રોન વેરિઅન્ટના સિમ્પ્ટોમેટિક ઈન્ફેક્શન વિરુદ્ધ 70-75 ટકા સુરક્ષા પ્રદાન કરી શકે છે.
ભારતમાં કોવિશીલ્ડના નામથી ઉપયોગમાં લેવાઈ રહેલી ઓક્સફોર્ડ/એસ્ટ્રાજેનેકા અને ફાઈઝર/બાયોએન્ડટેકની વેક્સિનના બંને ડોઝ કોવિડ-19ના ડેલ્ટા વેરિઅન્ટની તુલનામાં ઓમિક્રોન વિરૂદ્ધ ઓછી સુરક્ષા પ્રદાન કરે છે. જોકે વેક્સિનનો ત્રીજો બૂસ્ટર ડોઝ નવા વેરિઅન્ટ વિરુદ્ધ ઈમ્યુનિટી બૂસ્ટ કરે છે. આ દાવો 581 ઓમિક્રોન સંક્રમિત કેસના આંકડાના વિશ્લેષણ પર આધારિત છે.
ઞઊંઇંજઅ અનુસાર એવુ અનુમાન છે કે જો વર્તમાન સ્થિતિમાં કોઈ પરિવર્તન આવ્યુ નહીં તો બ્રિટનમાં સંક્રમણના કેસ આ મહિનાના અંત સુધી 10 લાખને પાર કરી જશે. શરૂઆતી આંકડાથી જાણ થઈ છે કે બૂસ્ટર ડોઝ નવા વેરિઅન્ટ વિરુદ્ધ 70-75 ટકા સુધી સુરક્ષા પ્રદાન કરી શકે છે. જોકે આ આંકડા બિલકુલ નવા છે. તેથી અનુમાનમાં પરિવર્તનની સંભાવના છે. એક્સપર્ટસે કહ્યુ કે કોવિડ-19 ની ગંભીરતા વિરુદ્ધ વેક્સિન હજુ પણ શ્રેષ્ઠ બચાવ કરી શકે છે. જેની જરૂર હોસ્પિટલમાં સારવાર માટે છે.
ઞઊંઇંજઅ માં હેડ ઓફ ઈમ્યૂનાઈઝેશનના પ્રમુખે કહ્યુ, શરૂઆતી અનુમાનને જોતા સાવધાનીની સાથે આગળ વધવુ જોઈએ. એવા સંકેત છે કે બીજા ડોઝના કેટલાક દિવસ બાદ ઓમિક્રોનથી સંક્રમિત થવાનુ જોખમ ડેલ્ટા વેરિઅન્ટની તુલનામાં વધારે રહે છે. અમને આશા છે કે કોવિડ-19ના ગંભીર લક્ષણો વિરુદ્ધ વેક્સિન સારુ રિઝલ્ટ આપશે. જો આપે હજુ સુધી વેક્સિનનો પહેલો ડોઝ લીધો નથી તો આને જલ્દી લગાવી લો.
ડો, મેરીએ કહ્યુ કે જ્યાં સુધી સંભવ હોય તો લોકોને વર્ક ફ્રોમ હોમ પર જ રાખવામાં આવે. ઘરેથી બહાર ભીડવાળી જગ્યા પર માસ્ક પહેર્યા વિના નીકળો નહીં. હાથને સતત ધોતા રહો અથવા સેનિટાઈઝ કરતા રહો. જો શરીરમાં બીમારીનુ કોઈ લક્ષણ જોવા મળે તો આની તપાસ કરાવો અને પોતાને આઈસોલેશનમાં રાખો.