લાલપુર તાલુકાના પડાણા ગામ નજીક બોગસ તબીબ તરીકે લોકોના આરોગ્ય સાથે ચેડા કરી દર્દીઓને તપાસી દવાઓ આપતા શખ્સને એસઓજીની ટીમે દબોચી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, લાલપુર તાલુકાના પડાણા નજીક આવેલી પતરા કોલોની સામે મેડીકલની ડિગ્રી ન હોવા છતાં દર્દીઓને તપાસી તેમના આરોગ્ય સાથે ચેડા એક શખ્સ કરતો હોવાની એસઓજીના મયુદીન સૈયદ, રમેશ ચાવડા, અરજણ કોડિયાતરને મળેલી બાતમીના આધારે પીઆઇ બી.એન. ચૌધરી તથા સ્ટાફે રેઈડ દરમિયાન મુળ પશ્ર્ચિમ બંગાળના નોદીયા જિલ્લાના ગીગરી ગામનો વતની વિવેકાનંદ રાજેન્દ્ર સિકંદર નામનો શખ્સ દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરી સારવારમાં દવાઓ અને ઈન્જેકશનો તથા બાટલા ચડાવતો હતો. એસઓજીની ટીમે 10 ધોરણ પાસ બોગસ તબીબ વિવેકાનંદને દબોચી લઇ તેની પાસેથી રૂા.2888 ના સ્ટેટોસ્કોપ, બીપી માપવાનું મશીન અને જુદી જુદી કંપનીઓની દવાના મુદ્ામાલ કબ્જે કર્યો હતો.