Sunday, December 22, 2024
Homeરાજ્યહાલારજામજોધપુરના શેઠવડાળામાંથી બોગસ તબિબ ઝડપાયો

જામજોધપુરના શેઠવડાળામાંથી બોગસ તબિબ ઝડપાયો

ચાર દિવસમાં બીજી વખત બોગસ તબિબને પોલીસે દબોચ્યો : રૂા.2,840ની દવાઓ અને સાધનો કબ્જે

- Advertisement -

જામજોધપુર તાલુકાના શેઠવડાળા ગામની મુખ્ય બજારમાંથી સ્થાનિક પોલીસે હાલમાં ઝડપાયેલાં બોગસ તબિબને બીજી વખત ઝડપી લઇ રૂા.2,840ની દવાઓ અને સાધનો સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -


આ અંગેની વિગત મુજબ જામજોધપુર તાલુકાના શેઠવડાળા ગામની મુખ્ય બજારમાં કોઇ પણ જાતની મેડિકલી ડિગ્રી વગર બોગસ તબિબ તરીકે સારવાર કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતાં દિલિપ નથુ પ્રસાદ નામના પ્રૌઢ શખ્સને સ્થાન્કિ પોલીસે રેઇડ દરમ્યાન રૂા.2,840ના સાધનો અને દવાઓ સાથે ઝડપી લીધો હતો અને બોગસ તબિબ વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જો કે, આ બોગસ તબિબ હાલમાં જ જામનગરમાંથી ઝડપાયો હતો અને તેમાંથી મુકત થયા બાદ ફરિથી બોગસ તબિબ તરીકે શેઠવડાળામાં ઝડપી લીધો હતો.


પોલીસે આ તબિબ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરતાં દિલિપ પ્રસાદ નામનો શખ્સ જામજોધપુરના નરમાણા અને જામનગરમાં રહેતો હોવાનું ખુલ્યું હતું. જેના વિરૂધ્ધ પોલીસે ચાર દિવસમાં બીજી વખત બોગસ તબિબનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular