Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરનૌ સેના વાલસુરા ખાતે રકતદાન કેમ્પ યોજાયો

નૌ સેના વાલસુરા ખાતે રકતદાન કેમ્પ યોજાયો

નૌ સેના સપ્તાહ સમારોહ અંતર્ગત અને આઝાદી કે અમૃત મહોત્સવની સ્મૃતિમાં 10 ડિસેમ્બરના રોજ વાલસુરા ખાતે રકતદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જી.જી. હોસ્પિટલ બ્લડ બેંક જામનગરના સહયોગથી આ રકતદાન કેમ્પનું આયોજન કરાયું હતુંં. આ રકતદાન કેમ્પનું ઉદઘાટન વાલસુરાના નવા અધ્યક્ષ પુનિત કૌરના હસ્તે કરવામાં આવ્યું હતું. તેમણે રકતદાતાઓ સાથે મુલાકાત કરી તેમની પ્રશંસા કરી હતી.

- Advertisement -

આ રકતદાન કેમ્પનો હેતુ નૌ સેના સમુદાયમાં નિ:સ્વાર્થતાની ભાવના ઉત્પન્ન કરવાની સાથે-સાથે સિવિલ સૈન્ય સહયોગ પ્રતિ સદભાવનામાં વૃધ્ધિ કરવાનો હતો. આ રકતદાન કેમ્પમાં વાલસુરાનો કર્મચારીઓ તેમજ તેમના પરિવારજનો પણ ઉપસ્થિત રહી રકતદાન કર્યુ હતું. જેમાં 250 બોટલ એકત્ર થયું હતું. જેને જી.જી. હોસ્પિટલ બ્લડ બેંકમાં જમા કરાવવામાં આવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular