Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાંથી દારૂના જથ્થા સાથે બાઈકસવાર ઝડપાયો

જામનગર શહેરમાંથી દારૂના જથ્થા સાથે બાઈકસવાર ઝડપાયો

28 બોટલ દારૂ, રોકડ અને મોબાઇલ સહિત રૂા.66,200 નો મુદ્દામાલ કબ્જે : વધુ એક શખ્સની સંડોવણી ખુલ્લી : શંકરટેકરીમાંથી ચાર બોટલ દારૂ સાથે શખ્સ ઝબ્બે

શહેરના રણજીતસાગર રોડ પરના વિસ્તારમાંથી બાઈક પર પસાર થતા શખ્સને આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.14000 ની કિંમતની દારૂની 28 બોટલ મળી આવતા પોલીસે રોકડ અને બાઈક સહિત રૂા.66,200 નો મુદ્દામાલ સાથે ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી. જામનગરના શંકરટેકરી વિસ્તારમાં રહેતાં શખ્સના મકાનમાંથી તલાસી દરમિયાન પોલીસે ચાર બોટલ દારૂ સાથે શખ્સને ઝડપી લીધો હતો.

આ અંગેની વિગત મુજબ, પ્રથમ દરોડો જામનગર શહેરના રણજીતસાગર રોડ પરના વિસ્તારમાંથી જીજે-10-ડીકે-1415 નંબરની એકસેસ પર પસાર થતા જયરાજસિંહ મહિપતસિંહ સોઢા નામના શખસને પીએસઆઈ એમ.વી. મોઢવાડિયા તથા સ્ટાફે તલાસી લેતા જયરાજસિંહના કબ્જામાંથી રૂા.14000 ની કિંમતની 28 બોટલ દારૂ મળી આવતા પોલીસે આ દારૂનો જથ્થો અને રૂા.7200 ની રોકડ તથા એક મોબાઇલ અને રૂા.40 હજારની કિંમતનું એકસેસ સહિત કુલ રૂા.66,200 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતા આ દારૂના જથ્થામાં મહાવીરસિંહ દેવાજી જાડેજાની સંડોવણી ખુલતા બે શખ્સો વિરુધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો દરોડો, જામનગર શહેરના શંકરટેકરી નેહરુનગર વિસ્તારમાં રહેતાં જીજ્ઞેશ ઉર્ફે જીગો હસમુખ મકવાણા નામના શખ્સના રહેણાંક મકાનમાંથી પોલીસે તલાસી લેતા તેમાંથી રૂા.3000 ની કિંમતની ચાર બોટલ દારૂ મળી આવતા જીજ્ઞેશની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular