ભૂદેવોના આરાધ્ય દેવ પરશુરામ જન્મોત્સવ અંતર્ગત બ્રહ્મદેવ સમાજ જામનગરની ટીમ દ્વારા આજરોજ આહવાન બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના ભીડભંજન મહાદેવ મંદિર પાસેથી આ બાઈક રેલીનો પ્રારંભ થયો હતો. આ તકે કાજલબેન હિન્દુસ્થાની ઉપરાંત બ્રહ્મદેવ સમાજના મિલનભાઈ શુકલ, કોર્પોરેટર આશિષભાઈ જોશી, ડિમ્પલબેન રાવલ, હિન્દુ સેનાના પ્રતિક ભટ્ટ, જામનગર પત્રકાર મંડળના પ્રમુખ હિરેનભાઈ ત્રિવેદી, મંત્રી કિંજલભાઈ કારસરીયા, ખજાનચી સુચિતભાઈ બારડ ઉપરાંત જામનગર બ્રહ્મદેવ સમાજના હોદ્દેદારો તથા કાર્યકરો સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહી બાઇકરેલીને પ્રસ્થાન કરાવી હતી. આ બાઈક રેલીમાં બ્રહ્મ સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતાં.