ગુજરાત સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ધો.1થી5ના ટોપર્સ વિદ્યાર્થીઓને ફાયદો થશે. આગામી સમયમાં સરકાર 50 રેસિડેન્ટ શાળાઓ શરુ કરશે. આ બાબતને લઇને શિક્ષણ વિભાગ દ્વારા કેમ્બ્રિજ યુનિવર્સિટીના અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. જેને લઇને વાઈબ્રન્ટ સમિટમાં પણ કેમ્બ્રિજ યુની. સાથે MOU કરવામાં આવશે.
ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં શાળાઓ શરુ થઇ શકે તેવી શક્યતાઓ છે. રાજ્યમાં વિવિધ 50 જેટલી રેસીડેન્ટ શાળાઓ શરુ થશે જેમાં 1 લાખ વિદ્યાર્થીઓને સરકાર વિનામૂલ્યે શિક્ષણ આપશે. રેસિડેન્ટ શાળાઓમાં દર વર્ષે 15 હજાર વિદ્યાર્થીઓ પ્રવેશ આપવામાં આવશે. શાળા શરૂ થતા એક વિદ્યાર્થી દીઠ રાજ્ય સરકાર પર રૂપિયા 60 હજારનો બોજો પડશે.
સરકાર દ્વારા ગુણવત્તાસભર શિક્ષણ માટે અનેક પગલાઓ લેવામાં આવતા હોય છે. ત્યારે સૌપ્રથમવાર શૈક્ષણિક ક્ષેત્રે એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવતા વિદ્યાર્થીઓને ઘણો ફાયદો થશે. અને રાજ્યમાં શિક્ષણનું સ્તર પણ ઊંચું આવશે.