Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયYOUTUBEમાં આવી રહ્યો છે મોટો બદલાવ, આ લોકોને થશે ફાયદો

YOUTUBEમાં આવી રહ્યો છે મોટો બદલાવ, આ લોકોને થશે ફાયદો

- Advertisement -

જાણીતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યુટ્યુબ દ્રારા તેની એક સુવિધાને દૂર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. છે. વપરાશકર્તાઓ તેનાથી નિરાશ થશે, પરંતુ વિડિઓ અપલોડ કરનારાઓ માટે આ એક સારા સમાચાર છે. આગામી દિવસોમાં યુટ્યુબ પોતાનું Dislike બટન હટાવી રહ્યું છે.

- Advertisement -

યુટ્યુબ દ્રારા Dislike બટન હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તે અંગે યુટ્યુબ દ્રારા ટ્વીટ પણ કરવામાં આવ્યું હતું. કંપની કેટલીક નવી ડીઝાઈન પર  ટેસ્ટીંગ કરી રહી છે, જેમાં ડિસ્લાઈક કાઉન્ટ નહીં બતાવે. એટલે કે લોકો વિડીયો ડીસ્લાઈક કરી શકશે પરંતુ કેટલા લોકોએ વિડીઓ ડીસ્લાઈક કર્યો છે તે નહી દેખાય. પરિણામે ક્રિયેટર્સને ફાયદો થશે. જોકે Dislike કાઉન્ટ ભલે લોકોન નહીં જોવા મળે, પરંતુ ક્રિયેટર્સ તેને જોઈ શકશે. કંપનીએ કહ્યું છે કે, જો કોઈ આ નાના એક્સપેરિમેન્ટનો ભાગ છે, તો તેને પણ આ નવી ડિઝાઇન જોવા મળશે. કંપનીના જણાવ્યા મુજબ આવું આવતા અઠવાડિયાથી થશે.

YouTube એક ઈમેજ શેર કરી છે. તેમા YouTube વીડિયોની નીચે લાઈક,ડિસ્લાઈક, શેર, ડાઉનલોડ અને સેવનું ઓપ્શન જોવા મળી રહ્યું છે. આ ઓપ્શન હજુ પણ છે. જો કે નવા ફેરફારમાં લાઈક કાઉન્ટ જોઇ શકાય છે, Dislike કાઉન્ટ નહીં. આવનારા થોડા અઠવાડિયામાં મર્યાદિત વપરાશકર્તાઓ સાથે આવું થશે અને બાદમાં કંપની Dislike કાઉન્ટને પબ્લિકલી હટાવી દેશે. ફક્ત કંટેન્ટ ક્રિયેટર્સ તેમની વિડિયો પર Dislike કાઉન્ટ જોઈ શકશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular