ધ્રોલ તાલુકાના સોયલ ગામના તળાવમાં ન્હાવા પડેલી 10 વર્ષની બાળકીનું ડૂબી જવાથી મોત નિપજ્યું હતું.
આ બનાવ અંગેની વિગત મુજબ ધ્રોલ તાલુકાના સોયલ ગામમાં રહેતા મહેશ કાનજીભાઈ જાદવ નામના યુવાનની પુત્રી દયા (ઉ.વ.10) અને તેની દાદી મંગળવારે બપોરના સમયે ગામના પાદરમાં આવેલા તળાવ પાસે ગયા હતાં જ્યાં દાદી અને પૌત્રી તળાવમાં ન્હાવા પડયા તે દરમિયાન 10 વર્ષની દયા તળાવના ઉંડા પાણીમાં ડૂબી જવાથી બેશુદ્ધ થઈ જતાં તાત્કાલિક સારવાર માટે ધ્રોલના સરકારી દવાખાને ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પિતા મહેશભાઈ દ્વારા જાણ કરાતા હેકો કે.ડી.કામરીયા તથા સ્ટાફે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.