Tuesday, December 24, 2024
Homeરાજ્યગુજરાતગુજરાતનું 3.01 લાખ કરોડનું બજેટ

ગુજરાતનું 3.01 લાખ કરોડનું બજેટ

નાણાંમંત્રી કનુ દેસાઇએ રજુ કર્યું 2023-24નું આત્મનિર્ભર બજેટ : કરવેરાના દરમાં કોઇ ફેરફાર નહીં : સીએનજી-પીએનજી થશે સસ્ત, દર 15 ટકાથી ઘટાડી પાંચ કટા કરાયો

- Advertisement -

ગુજરાતના નાણાંમંત્રી કનુ દેસાઇએ આજે રાજયનું વર્ષ 2023-24નું ત્રણ લાખ એક હજાર 22 કરોડનું અંદાજપત્ર રજૂ કર્યુ હતું. બજેટમાં કોઇપણ પ્રકારના નવા કરવેરા લાદવામાં આવ્યા નથી. જયારે પીએનજી અને સીએનજીના દર 15 ટકાથી ઘટાડીને પાંચ ટકા કરવામાં આવતા રાજયમાં પીએનજી સીએનજી સસ્તા થશે. આત્મનિર્ભર ગુજરાતની થીમ પર રજૂ કરવામાં આવેલાં આ બજેટમાં વિકાસ માટે પાંચ સ્થંભો પર ફોકસ કરવામાં આવ્યું છે. આગામી પાંચ વર્ષમાં સરકાર ગરીબ, ઉન્મુલન માટે રૂા. 2 લાખ કરોડ, માનવ સંશાધન માટે 4 લાખ કરોડ, આંતરમાળખાકિય સુવિધાઓ માટે પાંચ લાખ કરોડ, કૃષિ ઉદ્યોગ અને સેવાક્ષેત્રના વિકાસ માટે 2 લાખ કરોડ તથા ગ્રીનગ્રોથ માટે બે લાખ કરોડનો ખર્ચ કરશે.

- Advertisement -

બજેટની હાઇલાઇટ્સ

  • વર્ષ 2023-24નું રૂા. 916 કરોડની પુરાંતવાળું બજેટ
  • ગાંધીનગર ગીફટ સિટી પાસે રિવરફ્રન્ટ બનાવવા માટે 150 કરોડ
  • ગુજરાતી ફિલ્મોના પ્રોત્સાહન માટે 20 કરોડની જોગવાઇ
  • ડિફેન્સ અને એવીએશન ગેલેરી સ્થાપવા રર કરોડની જોગવાઇ
  • વિજ બિલ પ્રોત્સાહન નિધી માટે 100 કરોડની જોગવાઇ
  • કિસાન સૂર્યોદય યોજના માટે 1570 કરોડ જોગવાઇ
  • અમદાવાદ, મહેસાણા, પાલનપુર હાઇ વે 6 લેનની કામગીરી માટે હાઇવે 6 લેન કરવા માટે 160 કરોડ જોગવાઇ
  • અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ 2166 કરોડની જોગવાઇ
  • સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ માટે પપ80 કરોડની જોગવાઇ
  • આદિજાતિ વિભાગ માટે 3410 કરોડની જોગવાઇ
  • આ વખતના બજેટમાં 24 ટકાનો વધારો.
  • દ્વારકા-કેશોદ ખાતે નવું એરપોર્ટ બનાવાશે.

આ બજેટમાં શિક્ષણ વિભાગને સૌથી વધુ બજેટ ફાળવવામાં આવ્યુ છે. રાજ્યના દરેક સમાજના લોકોની નજર આ બજેટ પર છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જંગી બહુમતીથી વિજય મેળવ્યા બાદ સરકારનું આ પ્રથમ બજેટ છે.
દરેક જિલ્લામાં એક જિલ્લા કક્ષાનું અને દરેક તાલુકામાં એક તાલુકા કક્ષાનું સ્પોર્ટસ કોમ્પલેક્ષ બનાવવામાં આવશે. આ ઉપરાંત પુરાતત્વ અને સંગ્રહાલય માટે 55 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ગ્રંથાલય અને અભિલેખાગરો માટે 96 કરોડની જોગવાઈ કરાઈ છે. પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ માટે 10,743 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

- Advertisement -

રાજ્યની 6 હજાર પ્રાથમિક શાળામાં શાળા સહાયકો ઉપલબ્ધ કરાવવા માટે સરકાર દ્વારા 87 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આ ઉપરાંત સરકારી શાળાઓમાં જુદી જુદી સુવિધા ઉભી કરવા 109 કરોડની જોગવાઇ કરાઈ છે અને નાણામંત્રીએ 400 જ્ઞાન સેતુ ડે સ્કૂલ માટે 64 કરોડની જોગવાની જાહેરાત કરી છે. મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ માટે 3109 કરોડ તેમજ પ્રાથમિક શાળામાં છઝઊ એક્ટ હેઠળ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પ્રાઈવેટ શાળામાં અભ્યાસ માટે 50 કરોડની જોગવાઇ કરવામાં આવી છે જ્યારે ડિજિટલ લર્નિંગને પ્રોત્સાહન આપવા માટે 401 કરોડ ફાળવવામાં આવ્યા છે.

રાજ્યમાં દરેક જિલ્લામાં ચિલ્ડ્રન હોમ બનાવવા માટે 8 કરોડની જોગવાઈ કરવામાં આવી તેમજ દિવ્યાંગજનોને સાધન સહાય, એસટી બસમાં મફત મુસાફરીનો લાભ આપવા 52 કરોડની ફાળવણી કરવામાં આવી છે. દિવ્યાંગ લગ્ન સહાય યોજના હેઠળ 7 કરોડની જોગવાઇ કરાઈ છે. પાલક માતા-પિતા યોજના હેઠળ 73 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આ ઉપરાંત કૃષિ ઉદ્યોગ અને સેવા માટે 5 વર્ષમાં 2 લાખની જોગવાઇની જાહેરાત નાણામંત્રીએ કરી છે.
અંબાજી અને ધરોઇને વિશ્ર્વકક્ષા પ્રવાસન અને યાત્રાધામ સ્થળ બનાવવા 300 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આ ઉપરાંત કેશોદ એરપોર્ટનું વિસ્તરણ કરવામાં આવશે અને દ્વારકા ખાતે નવુ એરપોર્ટ બનાવાશે.

- Advertisement -

દ્વારકા-શિવરાજપુર સહિત પાંચ પ્રવાસન સ્થળોના વિકાસ માટે રૂા. 8000 કરોડ

રાજય સરકારે આજે રજૂ કરેલાં બજેટમાં હાલારના દ્વારકા અને શિવરાજપુર બિચ સહિત રાજયના પાંચ પ્રવાસન સ્થળોનો પાંચ વર્ષનો વિકાસમેપ રજૂ કરવામાં આવ્યો છે. આ સ્થળોના વિકાસ માટે 8000 કરોડનો ખર્ચ કરવામાં આવશે. જેને કારણે રાજયમાં પ્રવાસન ઉદ્યોગને વેગ મળશે.રાજયના પાંચ પ્રવાસન સ્થળો સ્ટેચ્યુ ઓફ યુનિટી, સફેદ રણ-ધોળાવીરા, અંબાજી-ધરોઇ ક્ષેત્ર, ગીર અભ્યારણ્ય-સોમનાથ અને દ્વારકા-શિવરાજપુર બીચને વિકસાવવા માટે આગામી પાંચ વર્ષમાં અંદાજે રૂા. 8 હજાર કરોડનો ખર્ચ કરવામાં આવશે. આ પર્યટન સ્થળો તેમજ તેની આજુબાજુના સમગ્ર વિસ્તારનો સંકલિત અને આયોજનબધ્ધ રીતે વિકાસ કરવામાં આવશે. વધુમાં, રાજયમાં ધાર્મિક પ્રવાસન, હેરિટેજ એડવેન્ચર અને ઇકો-ટુરિઝમને ઉત્તેજન આપવા વધારાના અંદાજે રૂા. 10 હજાર કરોડના ખર્ચે વિકાસ કરવાનું આયોજન કરવામાં આવેલ છે.દ્વારકાધિશ શ્રીકૃષ્ણ ભારતીય સંસ્કૃતિના મહાનાયક અને કરોડો લોકોની આસ્થાના પ્રતિક છે. દ્વારકા પુરાતન ભારતની મોક્ષદાયિની સાત નગરીઓમાં સ્થાન ધરાવે છે અને ચારધામ પૈકીનું એક ધામ છે. દ્વારકાધિશ મંદિર અને પરિસરનો સંપૂર્ણ વિકાસ કરવા યાત્રાધામ કોરિડોર બનાવી દ્વારકા નગરીના મૂળ વૈભવને પુન:સ્થાપિત કરવાનો સરકારે સંકલ્પ કર્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular