Wednesday, January 14, 2026
Homeસમાચારરાષ્ટ્રીયત્રિપુરામાં લોકશાહીનું પર્વ, 60 બેઠક માટે મતદાન

ત્રિપુરામાં લોકશાહીનું પર્વ, 60 બેઠક માટે મતદાન

ત્રિપુરા વિધાનસભા માટે આજે મતદાન શરૂ થઈ ગયુ છે. ત્રિપુરાની 60 વિધાનસભા બેઠકો માટે આજે મતદાન થઈ રહ્યુ છે. આ વિધાનસભાની ચૂંટણીમાં 31 મહિલા ઉમેદવારો સહિત કુલ 259 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. ચૂંટણી માટે 31 હજાર મતદાન કર્મચારીઓ 3,327 મતદાન મથકો પર પહોંચી ગયા છે. ત્રિપુરાના મુખ્ય ચૂંટણી અધિકારી ગીતે કિરણકુમાર દિનકરરાવના જણાવ્યા અનુસાર રાજ્યમાં 28,13,478 મતદારો છે. ચૂંટણીના પરિણામો 2 માર્ચે જાહેર થશે. નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ ચૂંટણીઓ માટે બીએસએફના 30 હજાર સુરક્ષા કર્મચારીઓની 400 કંપનીઓ રાજ્યમાં મોકલવામાં આવી છે. સીએપીએફ ઉપરાંત, આસામ રાઈફલ્સ, બોર્ડર સિક્યુરિટી ફોર્સ, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ અને ત્રિપુરા પોલીસના જવાનોને પણ મોટી સંખ્યામાં તૈનાત કરવામાં આવ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular