વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેંગલુરૂના યેલહાંકાને એરફોર્સ સ્ટેશન પર એરો ઈન્ડિયા 2023ની શરૂઆત કરાવી છે. પીએમ મોદીએ આ એર ઈન્ડિયા શોનું ઉદઘાટન કર્યું છે. તે એશિયાના સૌથા મોટા એર શેની 14મી એડિશન છે. કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહ પણ બેંગલુરૂ પહોંચી ગયા હતા. એર શોની થીમ ’ધ રનને ટુ એ બિલિયન ઓપર્ચ્યુનિટીઝ’ છે. કોરોના કાળ બાદ પ્રથમ વખત આ શોમાં દર્શકો પણ સામેલ થયા છે.
મોદીએ સંબોધન કરતાં કહ્યું હતું કે પહેલા તે માત્ર એક એર શો હતો, પરંતુ હવે તે એક તાકાત બનીને ઉભરી રહ્યો છે. આ ભારતની નવી ઊંચાઈના સંકેત છે. આ નવી શક્યતાઓનું સર્જન કરશે.
13 ફેબ્રુઆરીથી 17 ફેબ્રુઆરી સુધી ચાલનારા આ શોમાં મેક ઈન ઈન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ પ્લાન મુજબ સ્વદેશી ટેક્નોલોજીને પ્રદર્શિત કરવા અને વિદેશી કંપનીઓ સાથે ભાગીદારી બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.
પીએમ મોદીએ કહ્યું કે આ એર શો એક કારણે ખાસ છે કે તે કર્ણાટક જેવા ટેક્નોલોજીની દુનિયામા સ્થાન મેળનારા રાજ્યમાં યોજાયો છે. આ કર્ણાટકના યુવાનો માટે નવી સંભાવનાઓ ખોલશે. હું તમને આહ્વાન કરું છું કે તમે જે કુશળતા પ્રાપ્ત કરી છે તેનાથી સંરક્ષણ ક્ષેત્રમાં દેશની તાકાત વધારો.જો તમે વધું જોડાશો તો વધુ નવા રસ્તા ખુલશે.
વડાપ્રધાને વધુમાં કહ્યું કે, આપણે ત્યાં કહેવામાં આવે છે કે પ્રત્યક્ષ કિમ પ્રમાણમ, એટલે કે પ્રત્યક્ષને પ્રમાણની જરુર નથી. આજે આકાશમાં ગર્જના કરતા તેજસ મેક ઈન ઈન્ડિયાનું પ્રમાણ છે. હિન્દ મહાસાગરમાં ઈંગજ વિક્રાંત, ગુજરાતના વડોદરામાં કે તુમકુરૂમાં એચએએલના હોલિકોપ્ટર આ વાતનું પ્રમાણ છે. 21મી સદીનું ભારત કોઈ તક ગુમાવવા માંગતું નથી અને મહેનતમાં કોઈ કચાશ રાખશે નહીં. હવે અમે કમ્મર કસી છે.
એરો ઈન્ડિયા 2023માં 80થી વધું દેશોની ભાગીદારી જોવામાં આવશે. લગભગ 30 દેશોનામંત્રીઓ, ગ્લોબલ અને ઈન્ડિયન ઓઈએમના 65 ઈઊઘની સામેલ રહેવાની શક્યતા છે. આ આયોજન લગભગ 700 વિદેશી અને 700 ભારતીય કંપનીઓ સહિત 800થી વધું ડિફેન્સ કંપનીઓની ભાગીદારીનું પણ સાક્ષી બનશે. શો દરમિયાન 75 હજાક કરોડના 251 એમઓયુ પણ સાઈન કરવામાં આવશે. એક્ઝિબિશનમાં ભાગ લેનારી ભારતીય કંપનીઓમાં ખજખઊ અને સ્ટાર્ટ-અપ સામેલ છે, જે દેશમાં સ્પેસિફિક ટેક્નોલોજી, એરોસ્પેસ અને ડિફેન્સ ક્ષમતાઓમાં વધારો કરવાનું પ્રદર્શન કરશે.