ગઇકાલે રજૂ થયેલ કેન્દ્ર સરકારનું વર્ષ 2023-24નું અંદાજપત્ર ચૂંટણીલક્ષી વાયદાઓના વરસાદ સમાન હોવાનું જામનગર શહેર કોંગ્રેસ સંગઠન મહામંત્રી ભરત વાળાએ જણાવ્યું છે.
આ વર્ષે દેશના દસ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે. તે બાબત ધ્યાનમાં રાખીને નાણામંત્રીએ લોકસભામાં રજૂ કરેલ વર્ષ 2023-24નું બજેટ જોતા એવું લાગે છે કે, આ બજેટ ચૂંટણીલક્ષી વાયદાઓનો વરસાદ જ છે અને 2024માં પણ લોકસભાની ચૂંટણી પહેલાનું ભાજપ સરકારનું આ અંતિમ બજેટ છે. સરકારી યોજનાઓના દરેક બજેટના અલગ અલગ વર્ગોને ખુશ રાખવાના અંદાજો આપવામાં આવેલા છે. પાછલા અનેક બજેટોના અંદાજો આ સરકાર પરિપૂર્ણ કરી શકી નથી. ખાસ કરીને રોજગાર ક્ષેત્રે નવી નોકરીઓ આજે દેશમાં બેરોજગારોની સંખ્યા કુદકે ને ભૂસકે વધી રહી છે. ત્યારે સરકારે મનરેગાનું 73000 કરોડમાંથી ઘટીને 60000 કરોડનું કસ્યૂ છે. રેલવેના બજેટમાં 2.40 લાખ કરોડની નવી યોજનાઓ 50 નવા એરપોર્ટ આપી દેશની સમસ્યાઓ જેમ કે, રેલવેના જનરલ કોચ વધારવા જોઇએ અને સેક્ધડ કલાસ મુસાફરો માટે સુવિધાઓ વધારવી જોઇએ. શિક્ષણ અને આરોગ્યમાં પણ કોઇ ખાસ યોજનાઓ સરકારે જાહેર કરી નથી. પીપીપી મોડલથી દેશના મધ્યમવર્ગની કમરતોડ યોજના સાબિત થશે. દેશનો મધ્યમવર્ગ મોંઘવારી ગરીબી અને બેરોજગારીથી લોઅર કલાસ બની ગયો છે. જેથી કેન્દ્ર સરકારનું આ બજેટ ફકત તે ફકત ચૂંટણીલક્ષી વાયદાઓનો વરસાદ અને આંકડાઓની માયાજાળ છે.