જામનગરમાં એક કરોડથી વધુની કિંમતની દારૂની બોટલો ઉપર સરકારી બુલડોઝર
જામનગર જિલ્લામાં આવેલા પોલીસ મથકોમાં ઝડપાયેલા દારૂના જથ્થાનો આજે સવારે સીવીલ એરપોર્ટ પાસે આવેલા સીઆઈએસએફના કમ્પાઉન્ડના દિવાલ પાસેના સરકારી ખરાબાની ખુલ્લી જગ્યામાં પ્રાંત અધિકારીના નેજા હેઠળ કુલ રૂા.1,33,19,645 ની કિંમતની 33,861 નંગ દારૂની બોટલો ઉપર સરકારી બુલડોઝર ફેરવી દારૂના મોટા જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. આ દારૂના જથ્થામાં રેલવે પોલીસ દ્વારા કબ્જે કરાયેલ રૂા.2,42,775 ની કિંમતની 2355 બોટલ, સિટી એ ડીવીઝન દ્વારા કબ્જે કરાયેલ રૂા.41,22,980 ની કિંમતની 9547 બોટલ તથા સિટી બી દ્વારા કબ્જે કરાયેલ રૂા.54,99,290 ની કિંમતની 13,161 બોટલ અને સિટી સી ડીવીઝન દ્વારા કબ્જે કરાયેલ રૂા.34,54,600 ની કિંમતની 8798 બોટલ મળી કુલ રૂા.1,33,19,645 ની કિંમતની 33,861 બોટલ ઉપર સરકારી બુલડોઝર ફરી વળ્યું હતું.