જામજોધપુર તાલુકાના સમાણા ગામમાં જ્વેલર્સની દુકાનમાં થયેલી ચોરીમાં સંડોવાયેલા મધ્યપ્રદેશના તસ્કરને દબોચી લઇ તેની પાસેથી ચોરાઉ દાગીના અને મોબાઇલ કબ્જે કરી અન્ય ત્રણ તસ્કરોની શોધખોળ માટે એલસીબીની ટીમે ચક્રો ગતિમાન કર્યા હતાં.
આ અંગેની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના સમાણા ગામમાં આવેલી જ્વેલર્સની દુકાનમાંથી સોના-ચાંદીના દાગીનાની થયેલી ચોરીના બનાવમાં સંડોવાયેલા મધ્યપ્રદેશના તસ્કર અંગેની એલસીબીના સંજયસિંહ વાળા, દિલીપ તલાવડિયા, હિતેન્દ્રસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઈ આર.એ.કરમટા, એસ.પી. ગોહિલ તથા સ્ટાફના એએસઆઈ માંડણભાઈ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ તથા પોલીસ હેકો નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવડિયા, હિરેનભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઈ ધાધલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, અશોકભાઈ સોલંકી, ધર્મેન્દ્રસિંહ જાડેજા, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ઘનશ્યામભાઈ ડેરવાળિયા તથા પોકો ફીરોજભાઈ ખફી, શિવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, કિશોરભાઈ પરમાર, રાકેશભાઈ ચૌહાણ, બળવંતસિંહ પરમાર, સુરેશભાઈ માલકિયા, દયારામ ત્રિવેદી ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે વોચ ગોઠવી હતી.
દરમિયાન જામનગરના ચાંદીબજાર વિસ્તારમાં ચોરાઉ દાગીના વેચવા આવેલા દિનેશ વલસીંગ કેકરિયો માવી નામના તસ્કરને આંતરીને દબોચી લઇ તલાસી લેતા તેના કબ્જામાંથી 35 જોડી ચાંદીની બંગડીઓ, 6 જોડી ચાંદીની પોચી, એક લકકી, એક ચેઈન તથા એક સોનાની બુંટીની જોડી સહિતનો રૂા.74,000 ની કિંમતના સોના-ચાંદીના દાગીના અને રૂા.6000 ની કિંમતના બે મોબાઇલ મળી આવતા કબ્જે કર્યા હતાં. એલસીબી દ્વારા પૂછપરછ હાથ ધરાતા દિનેશ વલસીંગે અનીલ ભવાનસીંગ બધેલ, રાજુ કેકરિયો બધેલ અને રામસીંગ અજનારી આદિવાસી નામના ત્રણ શખ્સો સાથે મળી ચોરીને અંજામ આપ્યો હતો. તેમજ રામસીંગ સમાણા આજુબાજુના વિસ્તારમાં મજૂરી કામ કરતો હોય જેથી સોનીની દુકાનની રેકી પણ કરી હતી અને લોખંડની કોસ વડે ચારેય તસ્કરોએ મોડીરાત્રિના સમયે ગ્રીલ તોડી દુકાનમાં પ્રવેશી દાગીના-રોકડની ચોરી આચર્યાની કેફિયત દિનેશ માવીએ આપી હતી. એલસીબીની ટીમે અન્ય ત્રણ તસ્કરોનું પગેરૂ મેળવવા ચક્રો ગતિમાન કર્યા હતાં.


