જામનગર શહેરના દિ.પ્લોટ વિસ્તારમાં રહેતાં શખ્સને સિટી એ ડીવીઝન પોલીસે રૂા.9000ની કિંમતની 18 બોટલ દારૂ સાથે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરી હતી.
દરોડાની વિગત મુજબ, જામનગર શહેરમાં 64 દિ.પ્લોટ વિસ્તારમાં આવેલા સરદાર પટેલનગરમાં રાજદિપ એપાર્ટમેન્ટમાં રહેતાં મુકેશ પિતાંબર કારીયા નામના શખ્સને સિટી એ ડીવીઝન પોલીસે તેના ઘર પાસેથી આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.9000 ની કિંમતની દારૂની 18 બોટલ મળી આવતા પોલીસે મુકેશની અટકાયત કરી ગુનો નોંધી વધુ પૂછપરછ હાથ ધરી હતી.