Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરઆર્યસમાજનો 95મો વાર્ષિક મહોત્સવ તથા શ્રીમદ્ દયાનંદ કન્યા વિદ્યાલયનો 75 મો વાર્ષિક...

આર્યસમાજનો 95મો વાર્ષિક મહોત્સવ તથા શ્રીમદ્ દયાનંદ કન્યા વિદ્યાલયનો 75 મો વાર્ષિક મહોત્સવ

જામનગર શહેર-જિલ્લાની કન્યાઓની વકતૃત્વ સ્પર્ધા, 75 કુંડી સામૂહિક યજ્ઞ સહિતના કાર્યક્રમોનું આયોજન : તા.16 થી તા.23 ડિસેમ્બર દરમિયાન વિવિધ કાર્યક્રમો

- Advertisement -

આર્યસમાજ જામનગરના 95મા વાર્ષિક ઉત્સવ તથા આર્યસમાજ જામનગર અંતર્ગત આર્ય વિદ્યાસભા જામનગર સંચાલિત શ્રીમદ્ દયાનંદ કન્યા વિદ્યાલયના 75મા વાર્ષિક ઉત્સવનું તા.16 થી તા.23 ડિસેમ્બર દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ કાર્યક્રમો યોજાશે.

- Advertisement -

આર્યસમાજ જામનગરના 95મા વાર્ષિક ઉત્સવ તથા આર્યસમાજ જામનગર અંતર્ગત આર્ય વિદ્યાસભા જામનગર સંચાલિત શ્રીમદ્ દયાનંદ કન્યા વિદ્યાલયના 75મા વાર્ષિક ઉત્સવની આવતીકાલથી ઉજવણી થશે. જેના ભાગરૂપે આવતીકાલે તા.16 ના રોજ બપોરે 1 વાગ્યે છગનલાલ રામજીભાઈ મહેતાની પૂણ્યસ્મૃતિ નિમિત્તે જામનગર શહેર-જિલ્લા પ્રાથમિક વિભાગની કન્યાઓ માટે વકતૃત્વ સ્પર્ધા, તા.17 ડિસેમ્બરના રોજ બપોરે 1 વાગ્યે રામાણી ભાણજીભાઈ સંઘરાજભાઈ પટેલની સ્મૃતિમાં જામનગર શહેર-જિલ્લા માધ્યમિક વિભાગ (શ્રેણી 9-10) ની કન્યાઓ માટે વકતૃત્વ સ્પર્ધા, તા.18 ડિસેમ્બરના રોજ સવારે 10 વાગ્યે 75 કુંડી સામૂહિક યજ્ઞ, તા.19 ડિસેમ્બરના રોજ જયંતીલાલ ગોકલદાસ ઠકકરની સ્મૃતિમાં જામનગર શહેર-જિલ્લા ઉચ્ચતર માધ્યમિક વિભાગ (શ્રેણી 11-12) ની કન્યાઓ માટે વકતૃત્વ સ્પર્ધાનું બપોરે 1 વાગ્યે આયોજન કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત તા.20 થી તા.22 ડિસેમ્બર દરમિયાન બપોરે 3 થી 6 યજ્ઞ પારાયણ તથા સાંજે 6 થી 7 દરમિયાન ઉપદેશનું આયોજન કરવામાં આવ્યું છે. આ તમામ કાર્યક્રમો આર્યસમાજ જામનગર ખાતે યોજાશે. આ ઉપરાંત તા.23 ડિસેમ્બરના રોજ સવારે 9 થી 1 દરમિયાન સ્વામિ શ્રધ્ધાનંદ બલિદાન દિવસ નિમિત્તે આર્યસમાજ જામનગર અને બૃહદ સૌરાષ્ટ્ર આર્ય પ્રાદેશિક સભાના સંયુકત ઉપક્રમે સ્વામિ શ્રધ્ધાનંદ બલિદાન દિવસ સમારોહ યજ્ઞ તથા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે તેમ શ્રીમદ્ દયાનંદ કન્યા વિદ્યાલયના પ્રાથમિક વિભાગના આચાર્ય જયશ્રીબેન દાઉદીયા, સંગીતાબેન મોતીવરસ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના આચાર્ય પ્રફુલ્લાબેન રૂપડિયા, આર્યસમાજના પ્રમુખ દિપકભાઈ ઠકકર, મંત્રી મહેશભાઇ રામાણીની યાદી જણાવે છે.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular