જામનગરના દિપક બચુભાઇ વાઘેલા પાસેથી રાજેશભાઈ પ્રાણલાલ નીમ્બાર્ક એ સંબંધે દાવે હાથ ઉછીની રકમ રૂા.1 લાખ 25 હજાર લીધા હતાં. જેની ચુકવણી માટે રાજેશભાઇ પ્રાણલાલ નીમ્બાર્કએ દિપક બચુભાઈ વાઘેલા જોગ સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડીયાનો ચેક આપ્યો હતો. જે ચેક મુદ્તે દિપક બચુભાઈ વાઘેલાએ પોતાના ખાતામાં પોતાના વકીલ મારફત નોટિસ મોકલાવેલ હતી. જે નોટિસ આરોપી રાજેશભાઈ પ્રાણલાલ નીમ્બાર્ક એ બજી જવા છતાં દિપક બચુભાઇ વાઘેલાની લેણી રકમની ચૂકવણી કરેલ ન હોય. જેથી ફરિયાદી એ જામનગર ચીફ કોર્ટમાં ધી નેગોશીયેબલ ઈન્સ્ટુ્રમેન્ટ એકટ મુજબ ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદ ચાલી જતાં જામનગરના 9મા એડી. ચીફ કોર્ટ (સ્પેશિયલ નેગોશ્યબલ) ના જજ એ.ડી. રાવ એ આરોપી રાજશેભાઈ પ્રાણલાલ નિમ્બાર્ક વિરૂધ્ધ ફરિયાદમાં ગુનો સાબિત માની તકસીરવાન ઠરાવેલ હોય. આરોપીને એક વર્ષની કેદ તથા ચેક મુજબની રકમ રૂા.1 લાખ 25 હજાર ફરિયાદીને વળતર પેટે ચૂકવવા હુકમ કરેલ અને રકમ ન જમા કરાવે તો વધુ એક માસની કેદની સજાનો હુકમ ફરમાવેલ છે.
આ કામમાં ફરિયાદી તરફે વકીલ હેમલસિંહ બી. પરમાર તથા સુમિત કે. વડનગરા રોકાયેલ હતાં.