Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયફેક કોલ્સની ઓળખ માટે ટ્રાઇ શરૂ કરશે સુવિધા

ફેક કોલ્સની ઓળખ માટે ટ્રાઇ શરૂ કરશે સુવિધા

ટુ્ર કોલરની જેમજ નંબર સેવ નહીં હોય તો પણ સ્ક્રીન પર ડિસ્પ્લે થશે નામ

- Advertisement -

અજાણ્યા કોલથી તમને ટૂંક સમયમાં રાહત મળવાની શક્યતા છે. ટેલીકોમ રેગ્યુલેટર ટ્રાઇ ટૂંક સમયમાં કેવાયએસી આધારિત વ્યવસ્થા લાગુ કરી શકે છે. આ વ્યવસ્થા અમલમાં આવ્યા પછી તમારા મોબાઇલમાં જો કોઇ નંબર સેવ કરેલ નહીં હોય અને તે નંબરથી કોલ આવશે તો નંબરની સાથે કોલ કરનાર વ્યકિતનું નામ આપના મોબાઇલ સ્ક્રીન પર આવી જશે. આ ઘટનાક્રમથી જોડાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર હાલમાં કેટલાક યુઝર્સ ટ્રુકોલર એપથી અજ્ઞાાત કોલરની ઓળખ કરે છે. જો કે ટ્રૂકોલર જેવી એપ્સની મર્યાદા છે કે તેમાં ડેટા વેચાઇ જવાનો ભય રહે છે. તેથી 100 ટકા પ્રામાણિકતાની આશા રાખી શકાય નહીં.

- Advertisement -

બીજી તરફ ટ્રાઇના કેવાયસી બેઝ્ડ સર્વિસ શરૃ કરવાથી મોબાઇલ ગ્રાહકને 100 ટકા સાચી માહિતી મળી શકશે. કેવાયસી ડેટા અધિકારીઓને એ જાણવામાં મદદ કરશે કે મોબાઇલ કંપનીઓએ સિમ કાર્ડ આપવાથી અગાઉ વેરિફિકેશન પ્રક્રિયાનો યોગ્ય રીતે અમલ કર્યો છે કે નહીં. જો શોર્ટકટની મદદ લીધી છે તો કોલરની વાસ્તવિક ઓળખ થઇ શકશે નહીં. ત્યારબાદ કંપની પર કડક કાર્યવાહી કરવામાં આવશે. ટ્રાઇની તૈયારી મોબાઇલ કોલની સાથે વોટ્સએપ કોલ ઉપર પણ આ વ્યવસ્થા લાવવાની છે. જો કે આ અંગેની પ્રક્રિયા પછીથી શરૃ કરવામાં આવશે.જો કે મેસેજિંગ એપ સિમ કાર્ડથી જોડાયેલ હોય છે તેથી ઉપયોગકર્તાના ફોન નંબર અને વોટ્સએપ એકાઉન્ટની વચ્ચે એક લિંક હોય છે. એક અલગ પ્રક્રિયાની હજુ પણ જરૂર પડશે કારણકે કોમ્પ્યુટરનો ઉપયોગ કરીને વોટ્સએપ કોલ પણ કરી શકાય છે. આવામાં સિમ કાર્ડ અને વોટ્સએપ એકાઉન્ટ વચ્ચેની લિંક તૂટી જાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ સુવિધા શરૃ થયા પછી યૂઝર્સ ફેક કોલ્સથી બચી શકશે. આ વ્યવસ્થા શરૂ થયા પછી કોલરનું નામ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમના નિયમ અનુસાર ટેલિકોમ કંપનીઓ દ્વારા કરવામાં આવેલા કેવાયસી અનુસાર ફોન સ્ક્રીન પર આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular