Monday, December 23, 2024
Homeરાજ્યદેવભૂમિ દ્વારકા જિલ્લાના દેશી-વિદેશી દારૂ સામે પોલીસ તંત્રની લાલ આંખ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના દેશી-વિદેશી દારૂ સામે પોલીસ તંત્રની લાલ આંખ

બરડા ડુંગરમાંથી દેશી દારૂનો તોતિંગ જથ્થો ઝડપાયો: આરોપી ફરાર

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી પોલીસ તંત્ર દ્વારા દેશી-વિદેશી દારૂ અંગેની પ્રવૃત્તિ સામે કડક સાથે કામગીરી કરવામાં આવી હતી. જેમાં ગઈકાલે શુક્રવારે પોલીસે ડઝન બંધ ગુનાઓ નોંધ્યા છે.

- Advertisement -

આ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબી પોલીસે ગઈકાલે ભાણવડ પંથકમાં પેટ્રોલિંગ દરમિયાન બરડા ડુંગર વિસ્તારમાં આવેલા રાણપર ગામની વીડી વિસ્તારમાં દરોડો પાડી, રાણપર ગામના ભીખા માંડા રબારી નામના શખ્સ દ્વારા ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલો 350 લીટર દેશી દારૂ પકડી પાડ્યો હતો. જેમાં પોલીસે રૂપિયા 7,000 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પરંતુ આરોપી ભીખા માંડા રબારી પોલીસને હાથ લાગ્યો ન હતો. જે સંદર્ભે ગુનો નોંધવામાં આવ્યો છે.

દ્વારકા પોલીસે કાનદાસ બાપુના આશ્રમ પાસે રહેતા અર્જુન નવીનભાઈ માણેક નામના 22 વર્ષના શખ્સને રૂપિયા 2,000 ની કિંમતની વિદેશી દારૂની ચાર બોટલ સાથે ઝડપી લીધો હતો. કલ્યાણપુર તાલુકાના ભાટવાડિયા ગામે પોલીસે મોડી રાત્રીના સમયે દરોડો પાડી, દેશી દારૂ, દારૂ બનાવવાના આથા તેમજ દારૂની ભઠ્ઠીના જુદા જુદા સાધનો ઉપરાંત મોટરસાયકલ, મોબાઈલ ફોન વિગેરે મળી, કુલ રૂપિયા 17,550 ના મુદ્દામાલ સાથે ભાટવાડીયા ગામના વનરાજભા રાણાભા બઠીયા નામના 28 વર્ષના હિન્દુ વાઘેર શખ્સને ઝડપી લીધો હતો. આ કાર્યવાહીમાં ભાટીયા ખાતે રહેતા સાગર કરમણ ગઢવી નામના શખ્સનું નામ ખુલતા પોલીસે પ્રોહી. એક્ટ મુજબ ગુનો નોંધી, વનરાજભાની અટકાયત કરી, સાગર કરમણ ગઢવીને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisement -

કલ્યાણપુર તાલુકાના માલેતા ગામે આવેલા સરકારી ખરાબા પરના તળાવ પાસે પોલીસે દરોડો પાડી, દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા રવિરાજસિંહ અજીતસિંહ જાડેજા, અશોક કારૂભાઈ પરમાર અને વાલા સીદા મુછડીયા નામના ત્રણ શખ્સોને ઝડપી લઇ, 300 લીટર દારૂ બનાવવાનો આથો, 40 લિટર દારૂ, ગેસ સિલિન્ડર, વિગેરે મુદ્દામાલ કબજે કર્યો હતો. ખંભાળિયાના ધરાનગર વિસ્તારમાં આવેલા ગોવિંદ તળાવ પાસે રહેતા લખમણ કરમણ ભાચકન નામના શખ્સના રહેણાંક મકાનમાં ગત સાંજે પોલીસે દરોડો પાડી, 50 લિટર દેશી દારૂ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ પ્રકરણમાં આ જ વિસ્તારમાં રહેતા રામ કરસન ભાચકન અને હરસિધ્ધનગર વિસ્તારમાં રહેતા રાણા નાગસી ભાચકન નામના બે શખ્સોના નામ પણ ખુલ્યા છે. જેની શોધખોળ પોલીસ હાથ ધરી છે. પોલીસની આ કાર્યવાહીથી દારૂડિયા તત્વોમાં દોડધામ મચી જવા પામી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular