Monday, December 23, 2024
Homeરાજ્યદેવભૂમિ દ્વારકા જિલ્લાના ત્રણ રીઢા ગુનેગારો સામે પાસા અંગે કાર્યવાહી

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ત્રણ રીઢા ગુનેગારો સામે પાસા અંગે કાર્યવાહી

સુરત તથા બરોડાની જેલમાં ધકેલી દેવાયા

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને પોલીસ તંત્ર દ્વારા તમામ દિશાઓમાં કડક ખાતે કામગીરી કરવામાં આવી રહી છે. આ અંતર્ગત જિલ્લામાં અનેકવિધ ગુનાઓ સાથે સંડોવાયેલા શખ્સોને પોલીસે પાંજરે પૂરી, પાસા અંગેની કાર્યવાહી કરી હતી. આ અંતર્ગત જિલ્લાના ખંભાળિયા કલ્યાણપુર તથા દ્વારકા તાલુકાના ત્રણ શખ્સો સામે પાસા મંજૂર કરાવી અને જેલ હવાલે કર્યા છે.

- Advertisement -

ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતા અને શરીર સંબંધિત જુદા જુદા ગુનાઓ જેની સામે નોંધાયા છે, તેવા ઈમરાન રજાક સંઘાર, આ જ રીતે મીઠાપુરના એભાભા વિરાભા સુમણીયા, તેમજ દારૂ અંગેના જુદા જુદા ગુનાઓમાં સંડોવાયેલા કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે રહેતા વેજાભા નાનભા કેર નામના કુલ ત્રણ શખ્સો સામે જિલ્લા પોલીસ નિતેશ પાંડેયએ કડક વલણ અખત્યાર કરી, પાસા અંગેની દરખાસ્ત તૈયાર કરી, અને અહીંના જિલ્લા કલેકટર એમ.એ. પંડ્યા સમક્ષ મૂકવામાં આવી હતી.

જિલ્લા કલેક્ટર દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને તકેદારીના પગલાં રૂપે તાકીદનો નિર્ણય લઇ, આ ત્રણેય શખ્સો સામેની પાસાની દરખાસ્ત મંજૂર રાખવામાં આવી હતી. જે સંદર્ભે પોલીસે ઉપરોક્ત ત્રણેય શખ્સો સામે વોરંટી ઇસ્યુ કરી, મીઠાપુરના એભાભા સુમણીયા અને લાંબાના વેજાભા કેરને સુરતની મધ્યસ્થ જેલ ખાતે જ્યારે સલાયાના ઇમરાન સંઘારને વડોદરાની મધ્યસ્થ જેલ ખાતે મોકલી દેવામાં આવ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular