Sunday, January 5, 2025
Homeરાજ્યખંભાળિયાના નાના એવા કેશોદ ગામની પાર્વતી મોકરીયા ન્યાયાધીશ બની

ખંભાળિયાના નાના એવા કેશોદ ગામની પાર્વતી મોકરીયા ન્યાયાધીશ બની

માત્ર અક્ષર જ્ઞાન મેળવી અને શાકભાજી વેચતા પરિવારની પુત્રીએ ગૌરવ અપાવ્યું

- Advertisement -

ખંભાળિયા તાલુકાના કેશોદ ગામની રહીશ અને માત્ર બે ધોરણ ભણેલા પિતાની પુત્રીએ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ બનીને ખંભાળિયા પંથક સાથે સમગ્ર બ્રહ્મ સમાજનું ગૌરવ વધાર્યું છે.

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના નાના એવા કેશોદ ગામે રહેતા ડાહીબેન તથા દેવરામભાઈ મોકરીયાની પુત્રી પાર્વતી મોકરીયાએ જામનગર ખાતે ધોરણ 12 નો અભ્યાસ પૂર્ણ કરી સાથે એડવોકેટ અનિલ મહેતાને ઓફિસમાં જુનિયર શીપ કરી હતી. અભ્યાસકાળ દરમિયાન તેમણે ઉચ્ચ લક્ષ્ય રાખી અને મેજિસ્ટ્રેટ બનવાનો નિર્ધાર કર્યો હતો.
નિરક્ષર માતા ડાહીબેન તથા માત્ર બે ધોરણ પાસ થયેલા પિતા દેવરામભાઈની પુત્રી પાર્વતીએ સખત પરિશ્રમ કરી અને બીમાર અવસ્થામા પરીક્ષા પાસ કર્યા બાદ મુખ્ય પરીક્ષામાં બે પેપરો દરમિયાન હાથમાં ફોલ્લો હોવા છતાં પણ પીડા સાથે ફોલ્લો ફોડી અને લોહી નીકળતી આંગળી વચ્ચે તેણીએ પરીક્ષા આપી હતી. જેમાં ઉતીર્ણ થઈ, પાર્વતી મોકરીયાની ફર્સ્ટ ક્લાસ જીડીસીયલ મેજિસ્ટ્રેટ તરીકે પસંદગી થવા પામી છે.

કોઈપણ કાર્ય માટે ધ્યેય નક્કી કરી અને ધગશ સાથે મહેનત કરતા યોગ્ય પરિણામ માટે ધીરજ રાખવા પાર્વતી મોકરીયાએ ખાસ કરીને વિદ્યાર્થીઓને અપીલ કરી છે. શાકભાજીની લારી મારફતે ગુજરાન ચલાવતા અને માત્ર બે ધોરણ પાસ પિતાની પુત્રીએ સમગ્ર પંથક સાથે સમાજને પણ ગૌરવ અપાવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular