જામનગર જિલ્લાના મહિલા પોલીસ સ્ટેશનના ગુનામાં 10 વર્ષથી નાસતા ફરતા આરોપીઓને અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચે ઝડપી લીધા હતાં.
આ અંગેની વિગત મુજબ, જામનગર જિલ્લા મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાના આરોપી બિંદેશ નરેન્દ્ર પંડયા, નરેન્દ્રભાઈ પ્રમોદરાય પંડયા તથા ચંદ્રિકાબેન નરેન્દ્રભાઈ પંડયા નામના ત્રણ આરોપીઓ છેલ્લાં 10 વર્ષથી નાસતા ફરતા હોય, અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચના અધિક પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનરની સૂચનાના આધારે મદદનીશ પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ પીઆઈ એ.ડી.પરમારનીની ટીમ દ્વારા ત્રણેય આરોપીઓને તેમના રહેણાંક મકાનેથી ઝડપી લઇ જામનગર મહિલા પોલીસ સ્ટેશનને સોંપવા તજવીજ હાથ ધરી હતી.