Monday, December 23, 2024
Homeરાજ્યદ્વારકા જિલ્લામાં 652 મતદાન મથકો : 5.94 લાખ મતદારો

દ્વારકા જિલ્લામાં 652 મતદાન મથકો : 5.94 લાખ મતદારો

કલેકટર દ્વારા ચૂંટણી લક્ષી વિગતો અપાઈ : 12783 મતદારો 80 વર્ષથી ઉપરના અને 17,705 યુવા મતદારો

- Advertisement -

ભારતના ચૂંટણી પંચ દ્વારા ગુજરાત રાજ્યની વિધાનસભાની સામાન્ય ચૂંટણી -2022ની જાહેરાત કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 81 – ખંભાળિયા વિધાનસભા મતદાર વિભાગ અને 82 – દ્વારકા વિધાનસભા મતદાર વિભાગનો સમાવેશ થાય છે. આગામી વિધાસભા સામાન્ય ચુંટણી 2022 અંતર્ગત મુક્ત, ન્યાયી અને નિષ્પક્ષ ચૂંટણી યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમ જિલ્લા ચુંટણી અધિકારી અને જિલ્લા કલેકટર એમ. એ.પંડ્યાના અધ્યક્ષ સ્થાને યોજાયેલી પત્રકાર પરિષદમાં જણાવવામાં આવ્યું હતું. જિલ્લા ચુંટણી અધિકારી અને જિલ્લા કલેકટર એમ. એ.પંડ્યાએ વિગતો આપતા જણાવ્યું કે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રથમ ફેઝમાં એટલે કે તા. 1-12-2022ના રોજ મતદાન થશે. તા.10-10-2022 અંતિત મતદારોમાં જિલ્લામાં કુલ 5,94,216 મતદારો નોંધાયા છે. જેમાં 17,507 યુવા મતદારો છે. અને 80+થી 12,783 ઉપરના મતદારો નોંધાયા છે.

- Advertisement -

મતદાન મથકો અંગેની વિગતો આપતા જણાવ્યું કે, જિલ્લામાં કુલ 652 મતદાન મથકો છે. સખી મતદાન મથકોની સંખ્યા – 14, પીડલબ્યુડી દ્વારા સંચાલિત મતદાન મથકોની સંખ્યા -2, આદર્શ મતદાન મથકોની સંખ્યા – 2, યુવા દ્વારા સંચાલિત મતદાન મથકોની સંખ્યા – 1 અને ઈકો ફ્રેન્ડલી મતદાન મથકોની સંખ્યા – 2 છે.

ઉપરાંત ચૂંટણી પંચની સૂચના મુજબ 652 મતદાન મથકો પૈકી 328 મતદાન મથકો ખાતે વેબકાસ્ટિંગ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે અને મતદાનના દિવસે મતદાન મથકની કામગીરીનું લાઈવ વેબકાસ્ટિંગ કરવામાં આવશે. દરેક મતદાન મથકો ખાતે મતદારોને જરૂરી માહિતી પૂરી પાડવા માટે વોટર આસિસ્ટન્સ બુથ ઊભા કરી, આ બુથ પર બીએલઓની નિમણુક કરી મતદારોને સુવિધા પૂરી પાડવામાં આવશે. જિલ્લામાં આદર્શ આંચારસંહિતાના અમલીકરણ માટે નોડલ ઓફિસરની પણ નિમણુક કરવામાં આવી છે. અને આગામી મતદાનના દિવસે તમામ મતદારો મતદાન કરે તેમ અપીલ પણ કરી હતી. આ પત્રકાર પરિષદમાં જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. ધાનાણી, એસ.પી નીતેશ પાંડે, નિવાસી અધિક કલેક્ટર ભૂપેશ જોટાણીયા, ડી.આર.ડી.એ. નિયામક જે.આર. પરમાર, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી આસ્થા ડાંગર, પ્રાંત અધિકારી પાર્થ કોટડીયા ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular