દ્વારકા જિલ્લો ભારતની પશ્ર્ચિમ આંતરરાષ્ટ્રીય સરહદે વિશાળ સાંગરકાઠો ધરાવતો અતિ સંવેદનશીલ જિલ્લો છે. તેમજ બહારના રાજયોમાંથી હજારોની સંખ્યામાં પરપ્રાંતિય લોકો રોજગારી અર્થે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવે છે. મોટા ભાગના ખેડુતો પોતાની ખેતીવાડીના કામ માટે પરપ્રાંતિય લોકોને રાખે છે. જેમાં અમુક ગુન્હાહિત ઇતિહાસ ધરાવતા ઇસમો હોય એવી સંભાવના રહેલ છે. ભુતકાળમાં પણ આવા પરપ્રાંતિય મજુરો ચોરી લુંટ કે ગંભીર પ્રકારના હુમલાઓ કરીને નાસી ગયેલ છે. જયારે મજુરી કામ માટે રાખનાર ખેત માલિકો પાસે આવા પરપ્રાંતિય મજુરોના ટુંકા નામ સિવાય વિશેષ કોઇ માહિતી હોતી નથી જેને કારણે આવા ગુન્હેગાર લોકોને પકડવાનું અને ગુન્હો શોધવાનું મુશ્કેલ બને છે.
જે તમામ પરિસ્થિતિને અનુલક્ષીને આવા ગુન્હેગારોની ભવિષ્યમાં તપાસમાં ભાળ મળે તે માટે તેમજ તેમના નાપાક મનસુબામાં કામીયાબ ન બને તે માટે તેમજ પરપ્રાંતિય લોકોના જરૂરી રેકર્ડ ઉપલબ્ધ થઇ શકે તે હેતુથી દેવભૂમિ દ્વારકાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ એક જાહેરનામું પ્રસિધ્ધ કરી તમામ કારખાનેદારો, મકાન બાંધકામ બિલ્ડર્સ, ફાઉન્ડ્રી ઉદ્યોગ, હિરા ઉદ્યોગ, ખેડુતો તથા અન્ય ઉદ્યોગો વેપાર-ધંધા સાથે સંકળાયેલા તમામ પ્રાઇવેટ સેકટરના માલિકો અને મેનેજમેન્ટ કે જેઓના યુનિટમાં કર્મચારીઓ, કારીગરો, મજુરો કે ભાગીયા હાલમાં કામ ઉપર છે તેવા કાયમી, હંગામી, રોજીંદા કે કોન્ટ્રાકટના કે ભાગીયા, કમર્ચારીઓ/કારીગરો/મજુરોની હકીકત તૈયાર કરી નીચે મુજબના પત્રક-એ મુજબ સબંધિત પોલીસ સ્ટેશનને આ જાહેરનામાંની તારીખથી દિન-15 માં આપવા હુકમ ફરમાવેલ છે.