Saturday, January 11, 2025
Homeરાજ્યજામનગરજામનગરના ગુલાબનગરમાં વેપારી યુવાનની આત્મહત્યાથી અરેરાટી

જામનગરના ગુલાબનગરમાં વેપારી યુવાનની આત્મહત્યાથી અરેરાટી

ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી : પોલીસ દ્વારા કારણ જાણવા જીણવટભરી તપાસ

- Advertisement -

જામનગર શહેરના ગુલાબનગર રાધે-ક્રિષ્ના પાર્કમાં રહેતા વેપારી યુવાને અગમ્યકારણોસર તેના ઘરે રૂમમાં ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે આત્મહત્યાનું કારણ જાણવા તપાસ આરંભી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર શહેરના ગુલાબનગરમાં આવેલા રાધે-ક્રિષ્ના પાર્ક શેરી નં.1 અને પ્લોટ નં.10/બી માં રહેતાં અને વેપાર કરતા જગદીશભાઇ રણછોડદભાઈ પરમાર (ઉ.વ.35) નામના યુવાને બુધવારે સાંજના સમયે તેના ઘરે બેડરૂમના પંખામાં ચૂંદડી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ અંગેની મૃતકની પત્ની લતાબેન પરમાર દ્વારા જાણ કરાતા પીએસઆઇ એસ.વી. સામાણી તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વેપારી યુવાને કયા કારણોસર આત્મહત્યા કરી છે ? તે અંગેની તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular