જામનગરમાં રહેતાં પરિવારની ત્રણ તરૂણીઓ અમદાવાદથી જામનગર તરફની ટે્રનના બદલે મુંબઇ તરફથી ટ્રેનનમાં બેસી જતાં પોલીસે આ ત્રણેય તરૂણીઓને શોધી લેતા પરિવારે રાહત અનુભવી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગરના એક પરિવારની ત્રણ તરૂણીઓ અમદાવાદના શાહઆલમ વિસ્તારમાં વસવટાકરતા તેમના સંબંધીના ઘરે ગઈ હતી. ત્યાંથી આ ત્રણેય તરૂણીઓ ખરીદી માટે લાલ દરવાજા વિસ્તારમાં પહોંચી હતી. જ્યાંથી આ તરૂણીઓ પોતાના ઘેર પરત નહીં ફરતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. ત્યારબાદ તેઓનો પત્તો નહીં લાગતા પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જેના પગલે પોલીસે ટીમ શાહઆલમ વિસ્તારથી તીનદરવાજા સુધીના કેટલાંક સીસીટીવીના ફૂટેજ ચકાસ્યા હતાં. જેમાં કોઇ સ્થળે તે તરૂણીઓ કેમેરામાં જોવા મળી હતી.
ત્યાર પછી પોલીસે રેલવે સ્ટેશન, બસ ડેપો વગેરે સ્થળોના સીસીટીવી ફુટેજ ઝીણવટપૂર્વક ચકાસવાનું શરૂ કર્યુ હતું. જેમાં આ સગીરાઓ કાલુપુર સ્થિત રેલવે સ્ટેશનના સીસીટીવીના કેમેરામાં નજરે પડી હતી. આથી પોલીસ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મના સીસીટીવી કેમેરામાં ફુટેજ પણ ચકાસ્યા હતાં જેમાં મુંબઇ તરફ જતી એક ટે્રનમાં આ ત્રણેય સગીરાઓ ચડતી જોવા મળી હતી તેથી પોલીસે આગળના રેલવે સ્ટેશનો પર પોલીસ ટીમને તેની જાણ કરી તરૂણીએ પહેરેલ કપડા વગેરેના વર્ણન આપતા આગળના સ્ટેશોનમાં પણ પોલીસ કાફલો સતર્ક બની ગયો હતો અને રેલવે પોલીસની મદદથી તરૂણીઓનું તેમના પરિવારની સાથે મિલન કરી દેવાયું હતું અને પરિવારજનોએ હાંશકારો અનુભવ્યો હતો.